આર્ટીકલ અને પોસ્ટ :-

Monday, 9 July 2018

'બિહેવ્યર' બદલો

'બિહેવ્યર' બદલો
મીડિયા કે પોલીસને ગાળો દેવાની જગ્યાએ આપણે પોતાનું બિહેવ્યર બદલવાની જરૂર છે. ગુજરાતમાં દારુ વેચાય છે એટલે લોકો પીવે છે એવું નથી, હકીકત એ છે કે લોકો દારુ પીવે છે એટલે ગુજરાતમા દારુ વેચાય છે. તમે પીવાનું બંધ કરી દો, બુટલેગરો જખમારીને વેચવાનું બંધ કરી દેશે. બાકી ગુજરાતમાં દારુ-દારુ કરીને રાજ્યની છબી બગાડવાની જરૂર ક્યાં છે? દીવ-ગોવા અને માઉન્ટ આબુ જેવા સ્થળો ગુજરાતીઓનાં હોટ ફેવેરિટ પ્લેસ અમથા નથી બન્યા.
દારુમાં જેમ પોલીસને ગાળો આપીએ છીએ એમ ન્યૂઝમાં મીડિયાને આપીએ છીએ. મીડિયા ફાલતુ ન્યૂઝ દેખાડે છે, મીડિયા નેગેટિવ ન્યૂઝ દેખાડે છે, મીડિયા પોઝિટીવ ન્યૂઝ તો દેખાડતું જ નથી ફલાણું-ઢિંકણું. મીડિયા જેવું દેખાડે છે એવું લોકો જોવે છે એવું નથી, પણ વાસ્તવિક્તા એ છે કે લોકો જે સૌથી વધારે જોવે છે મીડિયા એ સૌથી વધારે દેખાડે છે. આ
બધી જ વસ્તુઓ જોવાનું બંધ કરી દો મીડિયાને પણ જખમારીને દેખાડવાનું બંધ કરવું પડશે. મીડિયાને કંટ્રોલમાં રાખવાનો રસ્તો પણ આપણી પાસે જ છે, આપણને તેના પર ચાલતા નથી આવડતું.

Friday, 11 May 2018

ફેસબુકમાં તમારા પ્રાઇવેટ ડેટાને આ રીતે સુરક્ષિત કરો

ફેસબુકમાં તમારા પ્રાઇવેટ ડેટાને આ રીતે સુરક્ષિત કરો
ફેસબુકમાં અત્યારે જે #Cambridge_Analytica અને Facebook Data Leak નો વિવાદ ચાલી રહ્યો છે, તેમાં તમે તમારા એકાઉન્ટમાંથી આ રીતે
બિનઉપયોગી અથવા અનઑફિસિયલ અથવા અજાણી એપ્લિકેશન્સને હટાવી શકો છો.. તમે જાણી પણ શકો છો કે આમાની કઈ એપ્લિકેશન્સ તમારો કયો ડેટા વાપરી રહી છે અથવા વાપરી શકે છે..
1) પ્રાઇવેટ ડેટા સુરક્ષિત કરવાની પ્રોસેસ
- સૌથી પહેલા તમારા ફેસબુક એકાઉન્ટના 'Settings' ઓપ્શન પર ક્લિક કરો
- 'Settings' માં તમારી ડાબી બાજુએ 'Apps'નો વિકલ્પ આપ્યો હશે, તેના પર ક્લિક કરો
- તમારી સ્ક્રિન સામે તમે જેટલી પણ એપ્લિકેશન્સ યૂઝ કરી રહ્યાં છો અથવા જેટલી પણ એપ્લિકેશન્સ તમારો પર્સનલ ડેટા વાપરી રહી છે તેનું લિસ્ટ આવી જશે
- આ દરેક એપ્સમાં 'એડિટ સેટિંગ્સ' અને 'રિમૂવ' એમ બે વિકલ્પ આપ્યા હશે
- કોઇ એપ્સ તમે રિમૂવ કરવા નથી માંગતા, અને એમ પણ ઇચ્છો છો કે તે એપ તમારો ડેટા યૂઝ ન કરે તો 'એડિટ સેટિંગ્સ'માં જઇને તમે ડેટા ઓફ કરી શકો છો. બિનઉપયોગી એપ્સને ડાયરેક્ટ રિમૂવ કરી શકો છો. સાથે-સાથે આ એપ્લિકેશન્સે અત્યાર સુધી વાપરેલો ડેટા પણ તમે ડિલિટ કરી શકો છો.
2) ફેસબુકમાં આ એક્સ્ટ્રા એપ્લિકેશન્સ તમારો કયો-કયો ડેટા ઉપયોગ કરે છે:- તમારી પબ્લિક પ્રોફાઇલ
- તમારું ઇમેઇલ એડ્રેસ
- તમારી બર્થ ડેટ
- તમારું ફ્રેન્ડ લિસ્ટ
- તમને નોટિફિકેશન્સ પણ મોકલી શકે છે.
3) આ એપ્સ કેવી રીતે તમારા એકાઉન્ટમાં આવે છે?
- ફેસબુકમાં ઘણી વખત એવા ફિચર્સ તમને જોવા મળતા હશે જેમાં તમને 'તમે ફ્યૂચરમાં કેવા દેખાશો', 'તમે બૉલિવૂડ પૉલિટિક્સના કયા સેલિબ્રિટી જેવા દેખાવ છો', 'તમારું આવનાર બાળક કેવું દેખાશે', 'તમારા સૌથી સારા મિત્રો કોણ છે' અથવા આવા બીજા ઘણા બધા રસ્તાઓ દ્વારા તમને રિઝલ્ટ આપતા પહેલા તમને એક એગ્રિમેન્ટ વિકલ્પ પર ક્લિક કરવાનું કહે છે. જેવું તમે આ વિકલ્પ પર ક્લિક કરો છો, તમારો પર્સનલ ડેટા તમે તમારી મરજીથી જે તે એપને ઉપયોગ કરવાની પરવાનગી આપો છો. જેના દ્વારા આ દરેક એક્સ્ટ્રા એપ તમારો ડેટા ઉપયોગ કરી શકે છે.
4) આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સી
આને એક પ્રકારની આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સી કહી શકો છો. આ રીતે જે તે એપ્લિકેશન્સ તમારા ગમા-અણગમા, તમારા ગમતા વિષય, તમને ગમતી જગ્યાઓ, તમને ગમતા વ્યક્તિ, તમને ગમતા પક્ષો, તમને ગમતી દરેક વસ્તુઓ ટ્રેક કરીને તેને લાગતી-વળગતી અન્ય બાબતો તમારા સુધી પહોચાડે છે. સરળ ભાષામાં કહીએ તો તમને ગમતી બાબતો જાણીને તેને લગતો કોઇ પણ ડેટા તમારા સુધી પહોંચાડે છે.

લિ. અંકિત એમ. પંડ્યા 
સમુદ્ર મંથન - રત્ન 79
Learn what apps you are using in Facebook
Process : Removing apps from your Facebook account
Learn : At this time which applications using of your Facebook data
Follow this tips : Facebook's App can not access your data





રંગભૂમીના કલાકારોની જનેતા છે અમદાવાદનો આ રંગમંચ..

ॐ पूर्णमद: पूर्णमिदं पूर्णात् , पूर्ण मुदच्यते,
पूर्णस्य पूर्णमादाय, पूर्ण मेवा वशिष्यते।
રંગભૂમીના કલાકારોની જનેતા છે અમદાવાદનો આ રંગમંચ.. -
એચ. કે. કોલેજ, 'શ્રી ચીનુભાઈ ચીમનભાઈ સભાગૃહ'
કેમ કે અમદાવાદના બાકી તમામ નાટ્યગૃહ કલાકારોને રંગમંચ પૂરો પાડે છે, જ્યારે આ એક માત્ર એવો મંચ છે, જ્યાંથી સૌમ્ય જોશી (વેલકમ જિંદગી, 102 નોટઆઉટ, ગ્રીન રુમમાં, સાતમાં તારાનું આકાશ, જેવા અનેક નાટકના લેખક, દિગ્દર્શક), દિશા વાકાણી (દયા, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા), મલ્હાર ઠાકર (ફિલ્મ છેલ્લો દિવસ), જગદીશ મૌલિક નાયક (બકો, જીગો), સ્મિત પંડ્યા અને પ્રેમ ગઢવી(102 નોટ આઉટ) જેવા, રંગભૂમીના અનેક દિગ્ગજ કલાકારોએ જન્મલિધો છે અને આજની તારીખે પણ આ સિલસિલો યથાવત છે..
આજે વિશ્વ રંગમંચ દિવસ નિમિત્તે આપણી આ રંગભૂમીને મારા સત સત નમન






લિ. અંકિત એમ. પંડ્યા 
સમુદ્ર મંથન - રત્ન 78

#અનામત આંદોલન થી આંદોલનની આફત સુધી

#અનામત આંદોલન થી આંદોલનની આફત સુધી

સસ્તા સ્માર્ટફોન, સસ્તા ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના પ્રતાપે જાતિ આધારે 'ભારતના ભાગલા' પડવાની આ શરૂઆત છે.
એક વખત કોમ આધારિત ભારતના ભાગલા પડી ચૂક્યા છે, પરિણામ સૌની સામે છે. આજ સુધી તેનો કોઇ ઉકેલ કોઇ માઇનોલાલ લાવી શક્યો નથી અને લાવી શકશે પણ નહી. આતંકવાદ સહન કરી રહ્યા છીએ, શહીદ થઇ રહ્યા છીએ..
હજુ કેટલા ભાગલા પાડીશું? અત્યારે દરેક સમાજે આ વિશે ગંભીરતાથી વિચાર્યું નહી તો ભવિષ્યનું ભારત કેવું હશે, તેની કલ્પના કરી જોજો..
જરૂરી છે ભારત એક થાય, એક એવી વ્યવસ્થા ઊભી થાય જેમાં કોઈ પણ સમાજનું અનામત છીનવ્યા વિના, ભારતના દરેક સમાજને અનામત મળે, પણ તેના દરેક પરિવારને નહી.. દરેક સમાજ પોતે એવા પરિવારોને સામે લાવે, જેમને ખરેખર શિક્ષણ અને રોજગારમાં અનામતની જરુર છે. કોઈનું પણ અનામત છીનવ્યા વિના, દરેક સમાજના આર્થિક રીતે નબળા પરિવારને અનામત કેમ ન આપી શકીએ? જ્યાં સુધી આર્થિક રીતે નબળો કોઇ પરિવાર સદ્ધર ન થાય, ત્યાં સુધી તેને અનામત મળે. એ સદ્ધરતાની વ્યાખ્યા પણ દરેક સમાજ પોતે નક્કી કરે. શું આવું થઇ શકે?
લિ. અંકિત એમ. પંડ્યા
સમુદ્ર મંથન - રત્ન 77

દાન કરો તો ભાનમાં કરજો, તાનમાં તો નર્યા દેખાડા ભર્યા છે.


એક બાજુ એવા મા-બાપ આ ઉંમરે પેટનો ખાડો પૂરવા દર-દર ભટકી રહ્યા છે, જેને તમે નજર સામે જોઈ રહ્યા છો, જે તમારી સામે હાજરાહજુર છે, જે સામે ચાલીને તમને મદદ માટે પોકારી રહ્યા છે, જેમને સાંભળવામાં પણ કોઇને રસ નથી, અને બીજી બાજુ જે સાવ મુંગો બેઠો છે, જેણે ક્યારેય તમારી પાસે કઈ માંગ્યું નથી, જે ક્યારેય દર-દર ભટક્યો નથી, જે ક્યારેય તમને કઈ સંભળાવતો નથી, એના મંદિરો સોને મઢાઈ રહ્યા છે, એના ભંડારા સોના-ચાંદી અને દાનથી ઊભરાઈ રહ્યા છે. શુ મહાન દાનવીરો છે આપણે ત્યાં.
આના કરતા તો ધન્ય છે સવજીભાઈ ધોળકિયા, લવજી બાદશાહ, મહેશભાઈ સવાણી અને સંજય રાવલ જેવા વિરલાઓને, જેમણે લોકસેવા પાછળ પોતાનુ જીવન રેડી દઈ માનવતા મહેકાવી છે. ઇતિહાસનો એકપણ માઇનોલાલ એવો નથી જેને આવા સોના-ચાંદીના દાનથી લોકો ઓળખતા હોય, યાદ તો એમને કરાય છે જે વિરલાઓ લોકો માટે, સમાજ માટે, દેશ માટે ખપી ગયા. ગીતો એમના ગવાય છે. દાખલા એમના દેવાય છે. દાન કરો તો ભાનમાં કરજો, તાનમાં તો નર્યા દેખાડા ભર્યા છે.

લિ. અંકિત એમ. પંડ્યા 


સમુદ્ર મંથન - રત્ન 76

'કા તું અંદર આવ, કા મને બહાર કાઢ'

'કા તું અંદર આવ, કા મને બહાર કાઢ'

જે ભગવાને માણસો બનાવ્યા, એ માણસો ભગવાનને બનાવા નિકળ્યા છે.. આજે સમય એવો છે, જ્યારે માણસોએ બનાવેલી ભગવાનની મૂર્તિઓ કરતા ભગવાને બનાવેલા માણસોને મદદની વધારે જરૂર છે. ભગવાનને મંદિરોમાં નહીં, માણસોના દિલમાં રહેવું ગમે છે. આખી શ્રીમદ ભગવદ ગીતાનો આ પણ એક સાર છે.
ભારતમાં અત્યારે જેટલાં મંદિરો છે એટલાં મંદિરોમાં પણ જો બેઘર લોકોને રહેવા આસરો મળી જાય તો દેશની અડધોઅડધ આબાદીની રહેવાની સમસ્યા આપોઆપ હલ થઇ જાય અને ગરીબી-ઝૂંપડાં પણ દૂર થઇ જાય. ભગવાન પણ આજે મંદિરમાં એકલો બેઠો વિચારતો હશે, 'જે માણસોને મેં બનાવ્યા, આજે એ મને બનાવી રહ્યા છે, સોના-ચાંદીથી મઢેલા આ આલિશાન મહેલોમાં મને એકલો પુરીને પોતે બહાર ભટકી રહ્યા છે.' આપણે ગામે-ગામે મંદિરો તો બનાવી લીધા, પણ બેઘર લોકો માટે એક આસરો નથી ઊભો કરી શકતા. એ મંદિરોને સોના-ચાંદીથી પણ મઢાવી લીધા, દાન-દક્ષિણાઓથી એના ભંડારા ભરી દીધા, પણ ભૂખ્યા લોકોનું પેટ નથી ભરી શક્તા. એટલે જે ભગવાને માણસોને બનાવ્યા છે, માણસ થઇને હવે એ ભગવાનને બનાવવાનું બંધ કરીએ તો સારું.
લિ. અંકિત એમ. પંડ્યા
સમુદ્ર મંથન - રત્ન 75

"હું ભૂલ બદલ માફી માગું છું." વિશ્વનો પાંચમો સૌથી ધનવાન માણસ

માફી એ જ માંગે છે જેનામાં સાચી હિંમત હોય છે. ભૂલ થઈ હોય તો તેનો સ્વીકાર કરે, પોતે કરી હોય કે બીજાએ, દરેક ભૂલ માટે પોતાને જવાબદાર ગણે. આખી દુનિયા તમને જોઇ રહી હોય, ત્યારે બધાની સામે માફી માંગવા 56ની છાતી જોઇએ સાહેબ.. 

બાકી વિશ્વનો પાંચમો સૌથી ધનવાન માણસ, જેણે આખી દુનિયા ખરેખર મુઠ્ઠીમાં કરી છે, જે ધારે તો બીજી મિનિટે ફેસબુક બંધ કરી, મિડિયા હોય, સરકારી પક્ષ હોય કે સામાન્ય યુઝર્સ, ભલભલાને હલબલાવી નાંખે, એ માણસ નીચું જોઇને કહે છે, "હું ભૂલ બદલ માફી માગું છું. ફેસબુક મે શરું કર્યું, હું જ તેને ચલાવું છું. તેની દરેક ભૂલ માટે હું જ જવાબદાર છું."
માયકાંગલાઓ જેમ દેશનું ઉઠમણું કરી વિદેશોમાં ભાગી નથી જતા.. 
#Facebook #MarkZuckerberg #DataLeak

લિ. અંકિત એમ. પંડ્યા

સમુદ્ર મંથન - રત્ન 74

અચાનક બૉલિવૂડની એ એક્ટ્રિસિસને શરમ આવવા લાગી

બોલિવૂડની કેટલીક એક્ટ્રેસિસ ગઇ કાલથી પોતાના હાથમાં "I am Hindustan, I am Ashamed.."ના બેનર સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર અપલોડ કરવા લાગી છે. કઠુઆની આઠ વર્ષની દીકરી પર ગેંગરેપ થયાની ઘટનાના લગભગ દોઢ મહિના પછી અચાનક બૉલિવૂડની એ એક્ટ્રિસિસને શરમ આવવા લાગી, જેમને ક્યારેય બિકિની ફોટોશૂટ કરાવતા શરમ નથી આવી, જેમને ક્યારેય આઇટમ સોંગ્સ શૂટ કરાવતા શરમ નથી આવી, જેમને ક્યારેય થર્ડ ગ્રેડ ફિલ્મોમાં ઇન્ટિમેટ દ્રશ્યો શૂટ કરાવતા શરમ નથી આવી, જેમને ક્યારેય અંગ પ્રદર્શન કે બિભત્સ ફિલ્મોમાં કામ કરતા શરમ નથી આવી, જેમને કોઇ સમાજના ઇતિહાસ સાથે ચેડા કરતા શરમ નથી આવી...

આ પ્રકારની એ દરેક એક્ટ્રેસિસ એ સમજી લેવું જોઈએ કે તમે પોતે પણ આ ઘટના માટે એટલા જ જવાબદાર છો, જેટલા આ ઘટનાના અપરાધીઓ. આવી તમામ ઘટનાઓના મૂળમાં ક્યાંકને ક્યાંક તમારા જેવી એક્ટ્રેસિસ પણ જવાબદાર હોય છે. જો તમે એવું સમજો છો કે તમે એ જ દેખાડો છો, જે સમાજમાં બને છે, તો તમે ખોટા છો, સમય બોલી રહ્યો છે, તમે જે દેખાડો છો, સમાજ એનું અનુસરણ કરે છે. પણ હવે તમને શરમ આવે છે, ત્યારે તમારી શરમ ક્યાં ગઇ હતી જ્યારે 4 જૂને, ઉન્નાવમાં 17 વર્ષની એક કિશોરી પર ગેંગરેપ થયો? ત્યારે તમારી શરમ ક્યાં ગઇ હતી, જ્યારે 8 ડિસેમ્બરે હરિયાણાની 6 વર્ષની બાળકી પર રેપ થયો..? પ્રિન્ટ-ચેનલ-વેબસાઇટ્સમાં રેપની એક પછી એક ઘટનાઓ આવવા લાગે એટલે તમને શરમ આવવા લાગે છે.. Please stop playing with the feelings of the people of India. You are equally responsible for all such incidents.
અને છેલ્લે આ તમારા માટે..
"I am Bollywood Actress, I am not ashamed, When I shoot intimate scenes, When I shoot bikini photos, When I sign B or C grade films. #FakeEmotions, 18 to 30 year Old!"


લિ. અંકિત એમ. પંડ્યા

સમુદ્ર મંથન - રત્ન 73

માણસ એકલો પડી ગયો

ગૂગલ, ફેસબુક, વૉટ્સએપ.. આવા બધા જ સોશિયલ પ્લેટફોર્મ માણસોએ જ માણસોને એક્ઠા કરવા માટે અથવા એકબીજા સાથે જોડાવા કે જોડાયેલા રહેવા માટે બનાવ્યા.. પણ પરિણામ આવ્યું - માણસ પોતે જ એકલો પડી ગયો

- માણસોને હવે એક બીજાને મળવા જવું નથી ગમતું..
- ફોન કોલ કરીને પણ વાત કરવી નથી ગમતી - ચેટ કરો બસ
- ફેમિલી મેમ્બર પણ એકબીજાનાં ઘરે જવાનું ભૂલ્યા - વીડિયો ચેટ કરી લો
- કોઈ માણસ સ્માર્ટફોન, ફેસબુક, વોટ્સએપ કે ઇન્સ્ટાગ્રામ પર ન હોય તો સાલું આશ્ચર્ય લાગે - તે આ દુનિયામાં જીવે છે કે મરી ગયો? એવો પ્રશ્ન પણ ઊભો થઈ જાય..
અરે દોસ્ત, હદ તો ત્યારે થઈ, જ્યારે ફેસબુક પ્લેટફોર્મ - જે લોકોને જોડવા માટે બનાવાયું, એ જ મશિનને એવો અહેસાસ થયો કે માણસો મારા કારણે એકબીજા સાથે મળવાનું ભૂલી ગયા છે, લાવ હું બધાને નોટિફિકેશન મોકલું અને એ રીતે માણસો એકબીજાને મળવા માટે કહે, 'આપણે આજે કે કાલે, ફલાણા સમયે એક-બીજાને કોફી માટે કે ફલાણા કારણ માટે ફલાણી જગ્યાએ મળીએ' બોલો.. મશિને માણસને આવું કહેવું પડ્યું, એ ટેક્નોલોજી પણ માણસની જ બનાવટ.. આટલી સુવિધાઓ, છતાં એક માણસ બીજા માણસને મળી નથી શકતો.. હા, આવી સ્થિતિ પહેલા તો ક્યારેય નહોતી, આપણાં વડવાઓએ તો જે તે સમયે જ કહી દીધેલું.. આવનારા સમયમાં જેટલી સગવડ હશે, એટલી જ અગવડ !

લિ. અંકિત એમ. પંડ્યા

સમુદ્ર મંથન - રત્ન 72

Monday, 27 November 2017

'લોહીની સગાઇ' એટલે ફિલ્મ 'લવની ભવાઈ'




'લોહીની સગાઇ' એટલે ફિલ્મ 'લવની ભવાઈ'

 ફિલ્મની સ્ક્રિપ્ટમાં છે તે જ રીતે રિઅલ લાઇફમાં પણ મમ્મી, ફિલ્મ પ્રોડ્યૂસર/RJ #AartiPatel અને પપ્પા ફિલ્મ ડિરેક્ટર #SandeepPatelનાં દીકરી RJ #AarohiPatel એટલે કે 'RJ Antara' ની Love Life પર આ અર્બન ગુજરાતી ફિલ્મ નિર્માણ કરવામાં આવી છે. એટલે ફિલ્મ '#Love_Ni_Bhavai'ની જેમ વાસ્તવીક જીવનમાં પણ મા-દીકરી વચ્ચે 'Lohi_Ni_Sagai' છે અને MYFMમાં બન્ને RJ છે.

 94.3 MyFMના રેડિઓ પ્રોગ્રામ #Zindagi_Express માં 'હું છું આરતી પટેલ..' ના અવાજમાં અનેક અમદાવાદીઓએ કેટલીય વાર્તાઓ સાંભળી હશે અને મારી જેમ કેટલાય તેમની વાર્તાઓ સાંભળવાના શોખીન પણ હશે. એટલે એક વાત તો નક્કી થઈ ગઈ કે આ ફિલ્મની પટકથા ખરેખર તો જિંદગીના અનુભવો, લાગણીઓ, સંવેદનાઓ અને સંબંધોની આસપાસ ફરતી હશે. આ એક રોમેન્ટિક ફિલ્મ છે. ફિલ્મમાં તમને ગણીને 4 વખત દિવ્ય ભાસ્કરની હેડ ઓફિસ પણ જોવા મળશે. એવું એટલા માટે કે 94.3 MY FM એ દિવ્ય/દૈનિક ભાસ્કરનું જ એક ઇનિશ્યટિવ છે અને ભાસ્કર હાઉસમાં જ આવેલું છે.
ડાબેથી - ફિલ્મ ડિરેક્ટર સંદિપ પટેલ, પ્રોડ્યૂસર આરતી પટેલ, આરોહી પટેલ, મલ્હાર, પ્રતિક