Jattaa kattaaha sambhrama bhraman
nilimpa nirjharii
Vilola viici vallarii viraajamaana
muurdhani
Dhagad dhagad dhagaj jvalal lalaatta
patttta paavake
Kishora candra shekhare ratih
pratikssannam mama
Kon hai voh kon hai voh, Kaha se voh aya
Chaaro dishaayon mai, Tezz sa wo chaaya
Uski bhujhaein badlein kathaein, Bhaagirathi tere taraf shiv ji
chalein
Dekh jara ye vichitra maaya..
વર્ષો પછી એક એવી ફિલ્મ જોવા મળી છે, જે બબ્બે
વખત જોયા પછી પણ ફરી એક વખત જોવાનું મન થઈ જાય. જેના આઠ માંથી સાત ગીત એવા છે કે જેને
વાંર-વાર સાંભળવા કાન તરસી જાય. શિવ તાંડવના શબ્દો જ્યારે કૈલાસખૈરના સ્વરમાં
સંગિત સ્વરૂપે રેલાતા હોય ત્યારે શરીર ઝણઝણી ન ઉઠે તો નવાઈ. સિનેમેટોગ્રાફી, સંગિત,
વીએફએક્સ, અને કઇંક નવી જ વસ્તુ લાવીને રાજામૌલીએ જે રીતે ‘બાહુબલી’નું ફિલ્માંકન
કર્યું છે તે ખરેખર દાદ આપવા લાયક છે. દરેક કલાકારની અદાકારી પર ફિદા થઈ જવાય એટલી
સુંદરતાપૂર્વક દરેકે દરેક પાત્રને પૂરેપૂરો ન્યાય આપ્યો છે. બૉલિવૂડની અત્યારસુધી મેં
જોયેલી સૌથી શ્રેષ્ઠ ફિલ્મ તરીકે હું ‘બાહુબલી’ને
સ્થાન આપીશ.
ફિલ્મ અને કલાકારો વિશે:
હિન્દી, તેલુગુ, તમિલ અને મલયાલમ એમ ચાર ભાષામાં
બનેલી આ ફિલ્મને નિર્દેષક રાજમૌલીએ તૈયાર કરી છે. 6 જુલાઈ 2013માં કૂરુનૂલમાં
તેનું શુટિંગ શરૂ કરવામાં આવેલું. ફિલ્મનાં ઘણાં દ્રશ્યો હૈદરાબાદ, રામોજી ફિલ્મ
સીટી અને કેરળમાં ફિલ્માવાયા છે. 290 મિનિટની આ ફિલ્મ બે ભાગમાં છે, જેનો પહેલો
ભાગ રૂપિયા 2.5 અબજના ખર્ચે તૈયાર થયો હોવાનું કહેવાય છે. સાઉથના એક્ટર પ્રભાસે આ
ફિલ્મમાં ‘બાહુબલી’નું પાત્ર જે રીતે રજુ કર્યું છે, તેનો
પ્રભાવ અત્યારે સોશિયલ મીડિયાથી લઈને ન્યૂઝમીડિયા અને દેશ ભરના દર્શકોમાં જોવા મળી
રહ્યો છે. કમાણીથી લઈને રેટિંગ સુધીની દરેક બાબતોમાં રેકૉર્ડ સર્જતી આ ફિલ્મ ભારતીય
સિનેમા જગતની તાકાતનો પરિચય કરાવે છે, તેમ કહું તો પણ કશું જ ખોટું નથી. વી.
વીજયેન્દ્ર કુમારે તૈયાર કરેલી કહાણીમાં મુખ્ય નાયક પ્રભાસ સિવાય ફિલ્મના અન્ય કેટલાક
મુખ્ય કલાકારો, તમન્નાહ-અવંતિકા-મુખ્ય નાયિકા, રાણા દગ્ગુબતી – ભલ્લલા દેવ,
અનુષ્કા શેટ્ટી-દેવસેના, સત્યરાજ-કટ્ટપા, પ્રભાકર-કલકેય, નસ્સર-બિજાલા દેવ, આ
કલાકારોએ જે રીતે પાત્ર ભજવ્યા છે, તેના જોરે આ ફિલ્મ દર્શકોના દીલો-દીમાગ પર ઘર
કરી ગઈ.
ખરેખર તો આ ફિલ્મ જ્યાં સુધી તમે જાતે ન જુઓ
ત્યાં સુધી તેનો ખરો રોમાંચ કેવો છે તેનો અનુભવ નહીં કરી શકો. તેમ છતાં અહીં એવા
કેટલાક દ્રશ્યોનો ઉલ્લેખ કરી રહ્યો છું જે કદાચ તમારા દિલને પણ સ્પર્શી જાય.
- - ફિલ્મની શરૂઆતમાં ગીતા માધૂરી અને સ્વેતા રાજે ગાયેલું ‘જીવ નદી’નું સુમધુર સંગિત.
- - પ્રભાસ એટલે કે બાહુબલી જ્યારે શિવલિંગ ખંભે ધરી વિશ્વપ્રસિદ્ધ ધોધ અથિરપિલ્લીની જળધારા નીચે મૂકે છે, બેકગ્રાઉન્ડમાં કૈલાસ ખૈરના સ્વરમાં શિવ તાંડવની પંક્તિઓ ચાલે છે.
- - બાહુબલી જ્યારે અવંતિકા(મુખ્ય નાયિકા)ને તેની યોદ્ધા પહેલા એક સ્ત્રી તરીકેને છબી એક આખાં ગીતમાં પ્રતિત કરાવે છે.
- - કટ્ટપા અને ભલ્લાલ દેવની નજર સામે જ્યારે દેવસેનાને રથમાં છોડાવી જાય છે.
- - ભલ્લાલ દેવના પુત્રનું માથું કટ્ટપા પાસેથી છીનેવેલી તલવાર દ્વારા ધડથી અલગ કરી દે છે.
- - કાલકેયની ભાષા અને તેની એન્ટ્રી.. (તેની ભાષા સાઁભળીને હસવું ન આવે તો નવાઈ)
- - કાલકેયની અડધો અડધ સેનાનો સફાયો બોલાવી દેવા બાહુબલી પથ્થરના બે ગોળા સાથે તંબુમાંથી કાપેલાં કાપડ બાંધીને ફેંકે છે અને સળગતું તીર મારીને કાપડ સાથે સેનાને સળગાવી દે છે.
- - લોકો જમીન પર જૂકી જાય, તેમનો જીવ બચી જાય અને પાછળ ઊભેલી કાલકેયની સેના પર તીર ચલાવી શકાય એ માટે સાંકળ બાંધેલા ગોળા ફેંકે છે.
ફિલ્મ વિશેષ:
કહેવાય છે કે આ ફિલ્મ માટે પ્રભાસ, અનુષ્કા
શેટ્ટી, અને રાણા દીગ્ગુબતીએ પોતાનાં ઘરે રહીને પણ તૈયારીઓ કરી છે. અફવાઓ પણ આ
ફિલ્મને લઈને ઘણી આવી, જેમ કે શ્રીદેવી, સુસ્મિતા સેન અને અનુષ્કા શર્માને દેવસેના
તરીકે લેવાઈ, હ્રિતિકને બાહૂબલી બનાવાશે વગેરે-વગેરે. જોકે જેતે સમયે ફિલ્મના
નિર્દેષક રાજામૌલીએ આ તમામ પ્રકારની અફવાહનું ખંડન કરી ખરી હકીકત મીડિયા સામે રજુ
કરી હતી. આ ફિલ્મનો ક્રેઝ એટલો હતો કે લોકો તેનો ફર્સ્ટ શો ફર્સ્ટ ડે જોવા માટે
રૂપિયા 10,000 સુધી ચૂકવવા તૈયાર હતા. રાજામૌલીએ જ્યારે મગ્ધીરા રિલિઝ કરી તે સમયે
પણ ક્રેઝ કઈંક આવો જ હતો. ટિકિટ માટે દક્ષિણભારતનાં સિનેમાઘરોની બહાર એક-એક
કિલોમીટર લાંબી લાઇનો લાગેલી, જેની તસવીરો આજે પણ સોશિયલ મીડિયામાં ફરી રહી છે. કહેવાય
છે કે અત્યાર સુધીમાં આ ફિલ્મને એક પણ નેગેટિવ રિવ્યૂ નથી મળ્યો.
કેટલાક રેકૉર્ડ:
- - ટિકિટ બૂકિંગ માટે દર્શકોની સંખ્યા એટલી વધી ગયેલી કે ઑનલાઇન મૂવિ ટિકિટ બુકિંગસાઇટ ‘બુકમાય શો’ ક્રેશ થઈ ગઈ.
- - 90% ટિકિટ એડવાન્સ બૂકિંગ થઈ ચૂકેલી
- - લોકો ફિલ્મ ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવા માટે 10,000 રૂપિયા સુધી ચૂકવવા તૈયાર હતા
- - ટિકિટ્સનું બ્લેક માર્કેટ એટલી હદે વધી ગયેલું કે તેની સામે હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવી પડેલી
- - 51,900 સ્ક્વેર ફૂટનું પોસ્ટર તૈયાર કરીને આ ફિલ્મે ગિનિસ બૂક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ અંકિત કરી લીધું અને 51,600 ફૂટનો અગાઉ નોંધાયેલો રેકૉર્ડ પણ તોડ્યો
- - 2007માં આવેલી હૉલિવૂડ ફિલ્મ ‘3 હન્ડ્રેડ’ને દુનિયામાં સૌથી ભરોસાપાત્ર રેટિંગ એજન્સી તરીકે ઓળખાતી IMDB એજન્સીએ 7.8 રેટિંગ આપેલું, જ્યારે ભારતની આ ફિલ્મ ‘બાહુબલી’ને 9.5 રેટિંગ આપીને વર્ષ 1994માં ‘ધ શૉશેંક રિડેંપ્શન’ને આપેલી 9.3 રેટિંગને પણ પછાડી દીધું.
- - આ ફિલ્મે રિલિઝ થયાના બે જ દિવસમાં બૉક્સ ઑફિસ પર 100 કરોડની કમાણી કરીને બૉલિવૂડની અત્યાર સુધીની દરેક ફિલ્મની કમાણીનો રેકૉર્ડ તોડી પાડ્યો.
આ ફિલ્મ જ્યા સુધી જાતે જોશો નહીં, ત્યાં સુધી
કોઈ પણ રિવ્યુ દ્વારા તેની ખરી અનુભૂતી નહીં કરી શકો. ભારતીય સિનેમા જગત કેવી
ફિલ્મ બનાવી શકવાની શક્તિ ધરાવે છે, એ માટે પણ આ ફિલ્મ ચોક્કસ જોવી જોઈએ. જણાવી શકો છો તમારો મત શુ કહે છે આ ફિલ્મ વિશે..




No comments:
Post a Comment