'ધૂમ-3 જોઈ આવ્યા', આવું આજકાલ તમને પણ તમારા આસપાસનાં મિત્રવર્તુળોમાં સાંભળવા મળતું હશે. આંતરરાષ્ટ્રીય વકરા સહિત 300 કરોડનાં આંકડાને વટાવી ચૂકેલી ધૂમ-3 લોન્ચ થયાના 3 અઠવાડિયા પછી તેના વિશે લખવું, કોઈંકને પ્રશ્ન થાય કે આખાં ગામથી મોડા કેમ? તો એવું એટલાં માટે કે કેટલાક મિત્રોને આ ફિલ્મ જોવાની બાકી હોય અને આવી કોઈ ફિલ્મ વિશે અગાઉથી ટીકા-ટીપ્પણીઓ કરવી યોગ્ય નથી, અને સૌથી મહત્વનું એ કે કોઈ ફિલ્મ વિશે કોઈકની વાત કરવાની ખરેખર મજા ત્યારે જ આવે, જ્યારે બધા મિત્રોએ તે ફિલ્મ જોઈ લીધી હોય.
આપણે વાત કરી રહ્યાં છે યશરાજ બેનર હેઠળ તૈયાર થયેલી આમિરખાનની લેટેસ્ટ ફિલ્મ, ધૂમ-3ની. કોઈક કહે છે પૈસા વસૂલ, કોઈક કહે છે હથોડો? દરેકની જૂદી-જૂદી વિચારસરણી હોય. પણ આપણે વાત કરીશું Dhoom-3ને 300કરોડનાં જંગી વકરા તરફ લઈ જનારા 3-Speed Booster વીશે. Speed Booster નં-1 આમિરખાનની એક્ટિંગ, Speed Booster નં-2 કેટેરિનાનો ડાન્સ અને Speed Booster નંબર-3 ચુપ-ચાપ-ચાર્લી.
Speed Booster નં-1:- આમિરખાનની એક્ટિંગઃ-
Speed Booster નં-1:- આમિરખાનની એક્ટિંગઃ-
ઘણાં લોકો એમ કહે છે આ ફિલ્મનાં પ્રમોશન પાછળ જે વ્યૂહરચના ઘડાઈ તેનાં કારણે? કોઈ ફિલ્મ જોયા પહેલાં આવું કહે તો માની શકાય, ફિલ્મ જોઈ લીધા પછી પણ આવું કહે તો મુર્ખાઈ કહેવાય. આ ફિલ્મમાં જો સૌથી વધું અસરકારક અને એક માત્ર કહીં શકાય એવું મજબુત પાસું હોય, તો તે છે આમિરની એક્ટિંગ. 1973, યાદોકી બારાત to ધૂમ-3 વાયા તારે જમીન પર, થ્રી ઈડિયટ. એક બાળ કલાકારથી લઈને બાળકોનાં પિતા બની ગયા પછી, આમિરખાનની ફિટ એન્ડ હિટ સિક્સપેક બોડી, ડબલ રોલનો ફાડૂં અભિનય, અને 50 વર્ષોનાં અનુભવી હાવ-ભાવ આ ફિલ્મને પૈસા વસુલ યોગ્ય ફિલ્મ કહેવા માટે કારણભૂત છે.
Speed Booster નં-2:- કેટરિનાનો ડાન્સઃ-
આમ તો આ ફિલ્મમાં કેટરિનાએ કઈંજ નથી કર્યું તેમ કહીંએ તો કશું ખોટું નથી, પણ અગ્નિપથની આ ચિકનીચમેલીનો કમલી ડાન્સ દર્શકોને ઉહ-આહ કરાવીને વાહ-વાહી લઈ ગયો. ફિલ્મની પટકથા પ્રમાણે આમ તો હિરોઈનનાં પાત્રને એટલું મહત્વ ન આપીએ તો ચાલે, એટલે તેમાં કોઈ વસવસો કરવા જેવો નથી. કેટેરિના એટલે કે ધૂમ-3ની આલિયા પોતાને આઈ એમ નોટ 'કાસ' ગર્લ ગણાવે છે, એટલે જ તો દરિયાકિનારે રણબીર કપૂર જોડે કબૂતરબાજી કરતાં ઝડપાઈ ગયેલી. ( જસ્ટ કિડિંગ.. ;) )
Speed Booster નં-3:- ચુપ-ચાપ-ચાર્લીઃ-
આ ફિલ્મનું છેલ્લું અને મને સૌથી વધું ગમતું પાસું, આમીરખાનનું બીજું પાત્ર ચુપ-ચાપ-ચાર્લી. આ ફિલ્મમાં આમિરખાન ડબલરોલમાં છે, એક સાહિર અને બીજો સમર. સમર એટલે જ ચુપ-ચાપ-ચાર્લી. એક હાથકી દીખાઈ-એક હાથકી સફાઈ. ફિલ્મનો એક ઈમોશનલ ટચ, જે દર્શકોનાં દિલોને સ્પર્શી જાય. હ..હ..હકલાતો અને મ..મ..મગજનો એક સ્ક્રૂ ઢીલો છે એમ કહીં શકાય. પણ ખરાં અર્થમાં આ સમાજનું એક એવું દર્પણ છે, જ્યાં આપણી વચ્ચે પણ આવા માણસો જોવા મળે છે, જેમને આપણે મહત્વ નથી આપતા. તેઓ પણ એક સામાન્ય માણસની જેમ, કદાચ તેમનાં કરતા વધારે સ્માર્ટ હોઈ શકે છે. કૂદરતે કરેલા ક્રૂર મજાક, માત્ર હકલાહટ અને મંદબુદ્ધિનાં કારણે આપણે તેમને જાકારો આપીએ, એવું તો કેવી રીતે ચાલે?
જો ધૂમની કમાણીનું કારણ આ થ્રી બૂસ્ટર હોય, તો પછી અભિષેક-ઉદય ચોપરા, પટકથા, દિગ્દર્શક-દિગ્દર્શન, આઉટડોર શૂટિંગ લોકેશન અને માર્કેટિંગનું શું? તો એમાં એવું છે કે અભિષેક-ઉદય ચોપરાની એક્ટિંગ એકદમ પરફેક્ટ છે, પણ આ ફિલ્મમાં જેટલો ન્યાય આમિર અને તેના પાત્રને આપવામાં આવ્યો છે તનો નહીં બરાબર પણ આ બન્ને કલાકારોને નથી આપવામાં આવ્યો, જે આ ફિલ્મની ખામી છે. એક સારી નવલકથા તેને કહીં શકાય, જેમાં દરેક પાત્રને સરખો ન્યાય મળે. આમિરને બીએમડબલ્યૂ બાઇક અને અભિષેક-ઉદયને ઓટો રિક્શા? વાય ધીસ કોલાવરી ડી?
પટકથા પણ કઈ ખાસ આકર્ષણ જમાવે એવી નથી. ધ ગ્રેટ ઈડિયન સર્કસ, ફિરંગી બેન્ક અફસર, બેન્ક વાલો કી ઐસી-કી-તૈસી, ફિલ્મમાં પિતા જેકી શ્રોફની મોતનો બદલો બેન્ક રોબરી અને તેનું સત્યાનાશ. સમશાનનાં સન્નાટો ફેલાઈ ગયો હોય તેવો 'ઈસ'કારો બોલાવી દેતો, સાહિર અને સમરનો 'ધ એન્ડ'. ટૂંકમાં આ ફિલ્મને દર્શકો માટે (ફિલ્મ સમિક્ષકો કે પત્રકારો માટે નહીં)સ્ટાર આપવા હોય તો સ્પિડ બુસ્ટર નંબર 1 ને 1, 2ને 1, 3ને 1 અને છેલ્લે તમામ બાબતોને હાલ્ફ એટલે કે 3.5 સ્ટાર આપી શકાય? શું કહો છો તમે? સાથ છોડના-હાથ છોડના નહીં..જવાબ આપજો.
પટકથા પણ કઈ ખાસ આકર્ષણ જમાવે એવી નથી. ધ ગ્રેટ ઈડિયન સર્કસ, ફિરંગી બેન્ક અફસર, બેન્ક વાલો કી ઐસી-કી-તૈસી, ફિલ્મમાં પિતા જેકી શ્રોફની મોતનો બદલો બેન્ક રોબરી અને તેનું સત્યાનાશ. સમશાનનાં સન્નાટો ફેલાઈ ગયો હોય તેવો 'ઈસ'કારો બોલાવી દેતો, સાહિર અને સમરનો 'ધ એન્ડ'. ટૂંકમાં આ ફિલ્મને દર્શકો માટે (ફિલ્મ સમિક્ષકો કે પત્રકારો માટે નહીં)સ્ટાર આપવા હોય તો સ્પિડ બુસ્ટર નંબર 1 ને 1, 2ને 1, 3ને 1 અને છેલ્લે તમામ બાબતોને હાલ્ફ એટલે કે 3.5 સ્ટાર આપી શકાય? શું કહો છો તમે? સાથ છોડના-હાથ છોડના નહીં..જવાબ આપજો.
'બન્દે હૈ હમ ઉસકે, હમ પે કિસકા જોર, ઉમ્મિદો કે સુરજ નીકલે ચારો ઔર, ઈરાદે હૈ ફોલાદી, હિમાતી હર કદમ, અપને હાથો કિસ્મત લિખને, આજ ચલે હૈ હમ' -
લિ. અંકિત એમ. પંડ્યા.
સમુદ્ર મંથન - રત્ન 57
લિ. અંકિત એમ. પંડ્યા.
સમુદ્ર મંથન - રત્ન 57
No comments:
Post a Comment