આર્ટીકલ અને પોસ્ટ :-

Wednesday, 8 January 2014

દિલ્હીનો 'A' Common Man, Chief Minister બન્યા પછી PCમાં 'B'usy થઈ ગયો!?

- એક આમ આદમી, મુખ્યમંત્રી બન્યા પછી ઉપરા ઉપરી પ્રેસ કોન્ફ્રેન્સ કરવા લાગ્યો..

જો કોઈ સામાન્ય માણસ કઇંક સારું કરવા જાય, તો દુનિયા, ખાસ કરીને હરિફ લોકો તેની પ્રગતિ અને લોકપ્રિયતા જોઈ ન શકે, અને એટલા માટે જ તેના માર્ગે જાત-જાતના અવરોધો ઊભાં કરે. કદાચ કોઈએ એટલે જ કહ્યું છે કે સત્યના માર્ગે ચાલવું ખૂબ જ કપરું હોય છે. હું આ માણસનાં માર્ગે કોઈ અવરોધ તો નથી ઊભો કરવા માંગતો, પણ નક્કી કરેલા માર્ગેથી ભટકી ગયેલાને ચોક્કસ સીધો માર્ગ દેખાડવા માંગીશ


વાત અહીં એ ખુંચી રહી છે કે સત્યનાં માર્ગે ચાલી નીકળેલો, અને લોકોની સહાનુંભૂતિ તેમજ ભાવનાઓ સાથે જોડાયેલો એ 'આમ આદમી', આજે દિલ્હીનો 'મુખ્યમંત્રી' તો બની ગયો, (એ ગમ્યું), પણ મુખ્યમંત્રી બન્યા પછી તેમની પાસે કરવા જેવા કેટલાય કામો છે, શા માટે પ્રેસ કોન્ફ્રેન્સ પાછળ સમય વ્યર્થ કરી રહ્યો છે(એ ન ગમ્યું) અને મીડિયા પાછળ સમય વેડફીને શા માટે અડખામણો બની રહ્યો છે?

જે માણસને ખરેખર કામ જ કરવું છે તેને વળી આવો સમય ક્યાંથી મળી જાય છે? ક્યાંક એવું તો નથી ને કે મુખ્યમંત્રી બન્યા પછી પ્રેસ કોન્ફ્રેન્સ કરવી ફરજિયાત હોય? મને તો ઘણી વખત એ જ નથી સમજાતું કે ખરા અર્થમાં સરકાર કોણ છે? મીડિયા સરકાર છે કે પછી કોઈ સત્તાધારી પક્ષ સરકાર છે? જે માણસને કામ જ કરવું છે, તેને વળી પોતાનાં પ્લાનિંગ અને કરેલા કાર્યોનો દુનિયા સામે ખુલાસો કરવાની શું જરૂર?

તમતમારે કામ કરે રાખો, મીડિયાનું કામ તો એ છે કે તમે જે કામ કરી રહ્યાં છો તે જોવાનું અને જે કર્યું છે તે સાચું કેટલું અને ખોટું કેટલું તે લોકોને બતાડવાનું!! વારંવાર તમે કરેલા અને કરવાના બાકી કામને બતાડવા અને જણાવવા માટે મીડિયાને બોલાવવાની શું જરૂર છે?

ખરાં છો હો ભાઈ, પ્રેસ કોન્ફ્રેન્સ માટે ટાઇમ ક્યાંથી મળી જાય છે તમને, હજું તો કેટલાય કામ કરવાના બાકી પડ્યા છે. શુઈ કિયો છો તમે?

- લિ. અંકિત એમ. પંડ્યા

સમુદ્ર મંથન - રત્ન 58

No comments:

Post a Comment