ભૂતપુર્વ રાષ્ટ્રપતિ, ડૉ. એ. પી. જે અબ્દૂલ કલામનો એક પ્રખ્યાત સુવિચાર, I m not 'HANDSOME', but i give my 'HAND' to 'SOME' one, who need my help..
કઇંક આવા જ સંદેશ સાથે પ્રસ્તુત થઈ છે ભાઈ સાહિલ ખાન દ્વારા ડાયરેક્ટેડ સલમાન ખાનની લેટેસ્ટ ફિલ્મ 'જય હો'. જો તમે વાંચ્યું હોય અને તમને યાદ હોય તો, જે સમયે સંજય લીલા ભણસાલી દ્વારા દિગ્દર્શિત ફિલ્મ, રામ-લીલા થિયેટરોમાં પ્રસ્તુત થઈ, તે સમયે મે ફેસબુકમાં પોસ્ટ કરેલા મારા એક આર્ટિકલમાં લખ્યું હતું, - "રામ-લીલા શરૂઆત છે, બોલીવુડમાં હવે ગુજરાત છે.." મારી એ જ પંક્તિઓ આજે સાચી પડી રહી હોય તેવું લાગી રહ્યું છે. રામ-લીલા પછી ગોરી તેરે પ્યાર મેં, કાયપો જ છે, અને પછી આ જય હો... હજું પણ ઘણી ફિલ્મોમાં ગુજરાત અને ગુજરાતી ક્યાંકને ક્યાંક તો જોવા મળી જ જશે.
તમને પણ ખબર હશે કે આ ફિલ્મ, (જહ હો)ની મુખ્ય અભિનેત્રી, એટલે કે હિરોઈન ડૈઝી શાહ, મૂળ ગુજરાતી છે, હિમેશ રેસમિયા પોતે પણ ગુજરાતી છે અને તેણે આ ફિલ્મમાં એક ગુજરાતી કમ હિન્દી સોંગ, ''એ છોરા ગાંડો થઈ ગયો, તુ નહીં તો તારો ફોટો પણ ચાલશે..'' ગાયું છે. ગીતમાં માત્ર ગુજરાતી શબ્દો કે રાગ જ નહીં, ડાન્સ સ્ટેપ્સમાં પણ ઘણી જગ્યાએ ગુજરાતી ગરબા જોવા મળે છે. જેમ આજે સમગ્ર દેશમાં ગુજરાતની વાતો થઈ રહીં છે, કઇંક એવી જ રીતે બોલીવુડનાં માંધાતાઓ ગુજરાત અને ગુજરાતી તરફ જોઈ રહ્યાં છે.
તમને પણ ખબર હશે કે આ ફિલ્મ, (જહ હો)ની મુખ્ય અભિનેત્રી, એટલે કે હિરોઈન ડૈઝી શાહ, મૂળ ગુજરાતી છે, હિમેશ રેસમિયા પોતે પણ ગુજરાતી છે અને તેણે આ ફિલ્મમાં એક ગુજરાતી કમ હિન્દી સોંગ, ''એ છોરા ગાંડો થઈ ગયો, તુ નહીં તો તારો ફોટો પણ ચાલશે..'' ગાયું છે. ગીતમાં માત્ર ગુજરાતી શબ્દો કે રાગ જ નહીં, ડાન્સ સ્ટેપ્સમાં પણ ઘણી જગ્યાએ ગુજરાતી ગરબા જોવા મળે છે. જેમ આજે સમગ્ર દેશમાં ગુજરાતની વાતો થઈ રહીં છે, કઇંક એવી જ રીતે બોલીવુડનાં માંધાતાઓ ગુજરાત અને ગુજરાતી તરફ જોઈ રહ્યાં છે.
જે કઈ પણ હોય, પણ સલ્લુંની અત્યાર સુધી રિલીઝ થયેલી તમામ ફિલ્મોમાંથી, જય હોનો (સલ્લું માટે ટૉટલી ડિફ્રન્ટ)સ્ટોરી એન્ગલ મને ખૂબ ગમ્યો, કદાચ એટલે કે જે દિશામાં હું વિચારું છું, તે જ દિશા તરફ હોય તેવું લાગ્યું. મારા ઘણાં બધાં મિત્રોમાંથી મેં ઘણાને ઘણી વખત આ વાત કહીં પણ છે, કે જે કામ, જે પરિવર્તન, જે સમાજ સુધારો, ટુંકમાં જે વસ્તું બીજો કોઈ વિકલ્પ ન કરી શકે કે ન અપાવી શકે, તે બોલીવુડની ફિલ્મો અને મીડિયા વધું ઝડપી અને વધું અસરકારક રીતે કરી શકે.
હું તો ત્યાં સુધી કહું છું કે જો બોલીવુડની ફિલ્મો ઈચ્છે તો સમાજને હિંસક બનાવી શકે, અને જો ઈચ્છે તો અહિંસક પણ. એટલે કે જેમ બોલીવુડની ફિલ્મો ઈચ્છે તેમ સમાજ અને યુવા વર્ગ બદલાઈ શકે, ટુંકમાં બોલીવુડની ફિલ્મો સમાજ સુધારી શકે છે. આપણાં ભારત દેશમાં દેખા-દેખીની અસર સૌથી વધારે છે. હીરો-હિરોઈનની હૈર સ્ટાઇલ બીજે દિવસથી ફેમસ થઈ જાય, તેમની સ્ટાઇલ, તેમનો લૂક, તેમની ફેશન, યંગ સ્ટર્સમાં તાત્કાલિક અસરો કરે છે. જો બોલીવુડમાં બધી ફિલ્મોનો એન્ગલ તમે (સ્માર્ટલી)ધાર્મિક કરી દો, તો મોટા ભાગનાં યંગસ્ટર્સ ધર્મનાં રસ્તે ચાલવા લાગે.
સલમાન ખાનને આ ફિલ્મ ખાસ્સી લોકલાગણીઓ અપાવી જશે. ભવિષ્યમાં જો આવી જ ફિલ્મો તેને મળતી રહે, તો બની શકે કે સલમાન આવનારા સમયનો અમિતાભ બચ્ચન બની પણ જાય, તો તેમાં નવાઈ નહીં. ફિલ્મમાં 'આમ આદમી'ની, સત્યનાં રસ્તે ચાલવાની અને લોકોને મદદરૂપ બનવાની વાત કહેવામાં આવી છે. સલમાનને, ગુંડાછાપ નેતા, નેતાગીરી અને રાજનીતિ સામે લડતો, ભયાનક 'ખુંખાર સિંહ' બતાવવામાં આવ્યો છે. ફિલ્મમાં ઘણી મિસ્ટેક્સ પણ છે, પણ જ્યાં સુધી પોઝિટીવ વેવ્સ વધું દેખાય, ત્યાં સુધી નેગેટિવ શોધવાના પ્રયત્ન ઓછા જ કરવા જોઈએ.
ફિલ્મ એક વખત જોવા જેવી છે, બની શકે બીજી વખત જોવા જવાનું મન ન થાય. પૈસા વસુલ છે, થોડી કોમેડી પણ છે. ફાઇટ છે, રોમેન્ટિક પણ ખરી. બાકી સલમાન ફેન માટે તો આ એવરગ્રીન ફિલ્મ જ હશે. બિંગ હ્યૂમન... ''થેન્ક્યું મત કહો, પર તીન લોગો કી મદદ કરો, ઔર ઉન તીનો સે કહેના, કે વો આગે દૂસરે તીન લોગોની મદદ કરે..'' યહીં હૈં જય અગ્નિહોત્રી એટલે કે 'રાષ્ટ્રીય કુવારાં' સલ્લું કી 'સોચ'.. જ્યાં-જ્યાં વસે ગુજરાતી, ત્યાં-ત્યાં સદાકાળ ગુજરાત..
- લી. અંકિત એમ. પંડ્યા.
સમુદ્ર મંથન - રત્ન 62
- લી. અંકિત એમ. પંડ્યા.
સમુદ્ર મંથન - રત્ન 62

No comments:
Post a Comment