'લોહીની સગાઇ' એટલે ફિલ્મ 'લવની ભવાઈ'
ફિલ્મની સ્ક્રિપ્ટમાં છે તે જ રીતે રિઅલ લાઇફમાં પણ મમ્મી, ફિલ્મ પ્રોડ્યૂસર/RJ #AartiPatel અને પપ્પા ફિલ્મ ડિરેક્ટર #SandeepPatelનાં દીકરી RJ #AarohiPatel એટલે કે 'RJ Antara' ની Love Life પર આ અર્બન ગુજરાતી ફિલ્મ નિર્માણ કરવામાં આવી છે. એટલે ફિલ્મ '#Love_Ni_Bhavai'ની જેમ વાસ્તવીક જીવનમાં પણ મા-દીકરી વચ્ચે 'Lohi_Ni_Sagai' છે અને MYFMમાં બન્ને RJ છે.
94.3 MyFMના રેડિઓ પ્રોગ્રામ #Zindagi_Express માં 'હું છું આરતી પટેલ..' ના અવાજમાં અનેક અમદાવાદીઓએ કેટલીય વાર્તાઓ સાંભળી હશે અને મારી જેમ કેટલાય તેમની વાર્તાઓ સાંભળવાના શોખીન પણ હશે. એટલે એક વાત તો નક્કી થઈ ગઈ કે આ ફિલ્મની પટકથા ખરેખર તો જિંદગીના અનુભવો, લાગણીઓ, સંવેદનાઓ અને સંબંધોની આસપાસ ફરતી હશે. આ એક રોમેન્ટિક ફિલ્મ છે. ફિલ્મમાં તમને ગણીને 4 વખત દિવ્ય ભાસ્કરની હેડ ઓફિસ પણ જોવા મળશે. એવું એટલા માટે કે 94.3 MY FM એ દિવ્ય/દૈનિક ભાસ્કરનું જ એક ઇનિશ્યટિવ છે અને ભાસ્કર હાઉસમાં જ આવેલું છે.
![]() |
| ડાબેથી - ફિલ્મ ડિરેક્ટર સંદિપ પટેલ, પ્રોડ્યૂસર આરતી પટેલ, આરોહી પટેલ, મલ્હાર, પ્રતિક |
ફિલ્મના વિશેષ પાત્રો વિશે..
મારા મત પ્રમાણે આ ફિલ્મ સહેજ પણ બોરિંગ નથી. પ્રેમ કરનારા, પ્રેમનો અનુભવ કરનારા, બ્રેકઅપથી હતાશ થયેલા, પેચઅપથી હરખાએલા દરેક યુવા વર્ગને આ ફિલ્મ જકડી રાખશે. બાકીના જે લોકોને પ્રેમ-વ્હેમમાં કોઈ જ રસ નથી તેમના માટે આ ફિલ્મનો મુખ્ય નાયક 'સાગર' એટલે કે #MalharThakar અને 'મેહુલ્યો' એટલે કે #Moulik_Jagadish_Nayak તો છે જ, જે તેમને પેટ પકડીને હસાવશે. મૂળ HK કૉલેજનો અને સૌમ્ય જોષીની ટીમનો આ સ્ટૂડન્ટ હસાવી-હસાવીને બઠ્ઠા પાડી દેશે તેની ગેરંટી. આ ફિલ્મમાં મલ્હાર એન્જીનિયર છે અને મૌલિક 'પડકાર' અખબારનો પત્રકાર છે.
![]() |
| મલ્હાર ઠાકર - 'સાગર' |
![]() |
| મૌલિક જગદીશ નાયક - 'મેહુલ' |
![]() |
| આરોહી પટેલ - 'અંતરા' |
ફિલ્મ અને તેની સ્ટોરી વિશે..
આ ફિલ્મનાં અમુક સંવાદો તમને ગમી જાય તેવા છે. દિવ સહિત અમદાવાદની ઘણી ફેમસ જગ્યાઓ પણ તમને આ ફિલ્મમાં જોવા મળશે. અગાઉની ગુજરાતી ફિલ્મોની જેમ મિત્રોની દારુંની મહેફિલનાં સ્થાને અહીં કોલ્ડ્રિંક્સની કે બિયરની મહેફીલ જોવા મળશે. મમ્મીના હાથના થેપલા અને રાજગરાનો શીરો પણ તમને જોવા મળશે. લોકોની લવલાઇફ પર સલાહ-સૂચનો આપતી RJ, પોતાની જ લવ લાઇફમાં કેવી ગુંચવાઇ જાય છે તેની અહી વાત કરવામાં આવી છે. પણ એક નિર્ણય તેણે ખૂબ જ સરસ લીધો, તેણે પોતાના દિલની વાત સાંભળી. ફિલ્મના અમુક દ્રશ્યો મે મારી નજરે શૂટ થતા જોયા છે એટલે આ ફિલ્મના શૂટિંગમાં કેટલી મહેનત છે તે સારી રીતે જાણું છું.
![]() |
| પ્રતિક ગાંધી - 'આદિત્ય' |
મ્યૂઝિક વિશે..
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સંગીતમાં જ્યાં સચિન-જીગરનું નામ આવે ત્યાં સમજી લેવું કે ફિલ્મના ગીતો અને મ્યૂઝિક સુપરથી ઉપર હશે. 'વ્હાલમ આવો રે.. આવો રે..' તમને જીભે ચઢી જાય તો નવાઈ નહીં. ફિલ્મના અન્ય ગીત પણ એટલા જ સુંદર છે. દરેક RJને આ ફિલ્મ ડેડિકેટ કરવામાં આવી છે.
![]() |
| સચિન-જીગર |
રેટિંગ..
કોઈ ગુજરાતી ફિલ્મને રેટિંગમાં તોલવી તે આ સમયે મને યોગ્ય નથી લાગતું, પણ જો આ ફિલ્મમાં મલ્હાર અને મૌલિક ન હોત તો કદાચ આ ફિલ્મ એક વર્ગ સુધી સીમિત રહી જાત. ફિલ્મના મ્યૂઝિક સહિત બાકી બધુ એક બાજું અને મલ્હાર-મૌલિકની એક્ટિંગ એક બાજું.
#KrishnadevYagnik ની મોસ્ટ સક્સેસફૂલ અર્બન ગુજરાતી ફિલ્મ 'છેલ્લો દિવસ'થી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એક નવો ટર્ન આપનાર આ કલાકાર મલ્હાર ઠાકર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આવનારા સમયનો સુપરસ્ટાર છે, હશે અને રહેશે.
About My Review :
આ ફિલ્મની શરૂઆતમાં ક્યાંક મને પણ દેખાડવામાં આવ્યો છે એટલે કે જોગાનુજોગ આ મારા જીવનની મારી પહેલી ફિલ્મ છે એવું કહી શકાય. હવે જે ફિલ્મે મને જાણતા-અજાણતા પણ આવી તક આપી હોય એ ફિલ્મ 'પ્રિમિયર શો'નાં નામે હું મફતમાં જોઇ આવું એવું તો હું ન જ કરી શકું, માટે એક દર્શકની જેમ જ કાયદેસર ટિકિટ ખરીદીને આ ફિલ્મ જોઇ છે અને એક દર્શકની જેમ જ આ ફિલ્મનો રિવ્યૂ આપ્યો છે.
જ્યારે કોઇ પ્રોડ્યૂસર/ડિરેક્ટર ફિલ્મનું નિર્માણ કરતો હોય ત્યારે તેની પાછળ ફિલ્મ જોતી વખતે કલ્પના પણ ન કરી શકાય તેટલી મહેનત, કલાકો, સરળ-મુશ્કેલ ક્ષણો, પરમિશન, જગ્યાઓ, લોકો, અનુભવો, કિસ્સા અને કહાનીઓ જોડાયેલી હોય છે. જે ફિલ્મને તૈયાર થતાં 3-4 વર્ષ લાગે તેને એક દિવસમાં એક પાનાંમાં વર્ણવી દેવી મારા મત પ્રમાણે અયોગ્ય છે, એટલે કોઈ પણ રિવ્યૂ વાંચીને ફિલ્મ જોવા જવી અથવા ન જવી એવો નિર્ણય કરવો પણ અયોગ્ય છે. રિવ્યૂ પરથી તમે ફિલ્મ કેવી હશે, તેનો અંદાજ લગાવી શકો છો, અને એટલા પૂરતો જ તેને સીમિત રાખવો જોઇએ.
એક ગુજરાતી તરીકે 'ગુજરાતી સિનેમાં' જગતને પ્રોત્સાહન મળે તે હેતુંથી પણ દરેક ગુજરાતીએ ગુજરાતી ફિલ્મો જોવી જોઈએ. કારણ કે, તમે જો ગુજરાતી ફિલ્મ જોશો, તેનો રિવ્યૂ કરશો, તેની સારી બાબતો શેર કરશો, ખોટી કે ખરાબ બાબતો વખોડશો, ત્યારે જઇને એક દિવસ ગુજરાતી ફિલ્મો વર્લ્ડ કક્ષાની બનશે અને ત્યારે એક ગુજરાતી હોવાનો ગર્વ અનુભવીશું.
જય હિંદ, જય જય ગરવી ગુજરાત..
લિ. અંકિત એમ. પંડ્યા
સમુદ્ર મંથન - રત્ન 71







No comments:
Post a Comment