- ફિલ્મના 5 મજબૂત પાસાં
1) રોય(મલ્હાર
પંડ્યા)નું પાત્ર – અમેઝિંગ વૉઇસ, દમદાર અદાકારી
2) મેઘજી (અભિમન્યુ
સિંઘ)નું પાત્ર – અનુભવી કલાકાર
3) મુકેશ(મૌલીક
નાયક)નું પાત્ર – રેડ એફ એમમાં જીગો અને બકાની પેરોડી કરનાર
4) કેસર (હૈપ્પી
ભાવસાર)નું પાત્ર – અનુભવી કલાકાર
5) સ્ક્રિપ્ટ
અને ફિલ્મનો કૉન્સેપ્ટ – કચ્છ –અમદાવાદને જોડતી એક એવી કહાણી, જેને મહાભારતના
શિખંડી પાત્ર સાથે જોડવામાં આવી છે, પણ વર્તમાન પરિપ્રેક્ષ્યમાં. ‘પ્રેમજી’
એક કૉલેજ એક્ટિવિટી સાથે જોડાયેલી એવી વ્યક્તિ, જે શરીરે પુરુષ છે, પણ
જેના ગુણો સ્ત્રી જેવા છે.
-
ફિલ્મનાં 5 નબળાં પાસાં
1)
પવન(આરોહી પટેલ) – પાત્ર સાથે ન્યાય નથી કર્યો તેવું
લાગ્યું
2)
ચિત્રા(નમ્રતા પાઠક) – ઑવર વૉઇસ અને થોડી ઓવર
એક્ટિંગ હોય તેવું લાગ્યું
3)
પ્રેમજી(મેહુલ સોલંકી) – ફિલ્મનું મુખ્ય પાત્ર જ
નબળું હોય તો કેમ ચાલે? (કદાચ આ એજ મેહુલ જે યો-યો ગુજરાતીમાં વાઇરલ
વીડિયોને વૉઇસ આપી રહ્યાં છે.)
4)
સાઉન્ડ એડિટિંગ અને સગિંત ખૂબ જ નબળું લાગ્યું
5)
ફિલ્મના કેટલાક દ્રશ્યોમાં એક્શન-ઇમોશન અને
એડિટિંગનો અભાવ લાગ્યો
ટ્રેલર
અને પ્રમોશન જોઇને એવું લાગેલું કે આ ફિલ્મ ‘બે યાર’ અને ‘કેવી
રીતે જઇશ’ની કમ્પેરિઝન આવી શકે એમ હશે. 10/07/2015,
ફર્સ્ટ ટાઇમ ઇન વાઇડ એંગલ, 4 નંબરનો ઑડિટોરિયમ અને સાંજે 7 વાગ્યાનો
શો. ઑફિસના ચાર મિત્રો વિશાલ દયાણી, વિશાલ વ્યાસ, ધવલ અને એક અન્ય મિત્ર. અમારી સામે
પ્રેમજીની કસોટી કઈંક આમ શરૂ થઈ.
આ
ફિલ્મને હું એવરેજ ગણું તો કશું ખોટું નથી. અભિમન્યુ સિંઘ અને હેપ્પી ભાવસાર જેવા અનુભવી
સિનિયર કલાકારો દ્વારા પાત્રમાં રેળી દેવાયેલો જીવ, ક્યાંક અને કશાક કારણો સર એળે
જતો હોય તેવું લાગ્યું. ફિલ્મ જોયા બાદ મને થયું કે આ ફિલ્મનું નામ ‘પ્રેમજી’ની
જગ્યાએ ‘રોય’ રાખી દેવું જોઇએ. હવે રોય શા માટે?
ઉપરોક્ત
તસવીરમાં તમને મલ્હાર પંડ્યા દેખાતો હશે, જે આ ફિલ્મમાં રોયનું પાત્ર ભજવી રહ્યો
છે. જો આ ફિલ્મનું નામ પ્રેમજી હોય અને પ્રેમજી આ ફિલ્મનું મુખ્ય પાત્ર હોય તો
પ્રોડ્યુસરે તેનું ફૂલ ફોકસ અને ભાર પ્રેમજીનાં પાત્ર ઉપર આપવો જોઈએ અને આ
ફિલ્મમાં પ્રેમજીનું પાત્ર ભજવતા મેહુલ સોલંકીએ પણ પોતાનો જીવ પાત્રમાં રેળી દેવા
પ્રયત્ન કરવો જોઇએ. પણ રોયનો છોતરાં કાઢી નાંખે એવો દમદાર રોલ પ્રેમજીનાં પાત્રનાં
લીરે-લીરા ઉડાડી દેતો હોય તેવું લાગ્યું. દાખલા તરીકે બૉલિવૂડ ફિલ્મ પિકુ લઇલો.
બૉલિવૂડમાં અદાકારીનો એક્કો ગણાતા અમિતાભ જેવા અનુભવી કલાકારનું પાત્ર હોવા છતાં
પણ દિપિકાનાં પાત્રમાં તે ક્યાંક હાવી થઈ જતું હોય તેવું નથી લાગતું. તો આ ફિલ્મમાં
રોયનું પાત્ર પ્રેમજીનાં પાત્ર પર હાવી થતું હોય તેવું લાગે તો ક્યાંક કઈંક ખૂટતું
હોય તેમ કહીં શકાય. રોયનું પાત્ર જોવા આ ફિલ્મ જોવી જોઈએ.
રેડ એફ
એમમાં જીગો અને બકાની પેરોડી તો તમે સાંભળી જશે? રેડિઓમાં
આ પ્રકારની પેરોડી કરનાર મૌલિક નાયકે આ
ફિલ્મમાં મુકેશનું જે પાત્ર ભજવ્યું, તેનાં કારણે આ ફિલ્મની થોડી આબરૂં
સચવાઈ તેમ લાગે. તેને જોઈને એવું લાગે કે કદાચ ગુજરાતી ફિલ્મોને એક સારો
હાસ્યકલાકાર મળી ગયો છે. એક નવા જ પ્રકારની કૉમેડી, નવા જ પ્રકારની સ્ટાઇલમાં કેવી
રીતે રજું કરી શકાય, તે માટે આ ફિલ્મ ચોક્કસ જોવી જોઈએ.
-
ફિલ્મમાં
પ્રોફેશનલ ટચની ખૂબ જ જરૂર હતી
આ ફિલ્મમાં પ્રોફેશનલ ટચની ખૂબ જ જરૂર હતી,
તો કદાચ સ્ક્રિપ્ટ અને કૉન્સેપ્ટના જોરે આ ફિલ્મ ‘બે યાર’ અને ‘કેવી
રીતે જઈશ’ ને પણ પછાડી શકતી. આ ફિલ્મની સ્ક્રિપ્ટ અને
કૉન્સેપ્ટ નવો અને દમદાર છે, કેટલાક ડાયલોગ્સ પણ દમદાર છે, અને હ્યુમર પણ દર્શકોને
ગમે તેવું છે. વળી આ ફિલ્મ કચ્છ અને અમદાવાદની પૃષ્ઠભૂમી પણ વણાયેલી છે એટલે તે પણ
અમદાવાદીઓ અને કાઠિયાવાડને કનેક્ટ કરે છે. પણ સાઉન્ડ એડિટિંગ, દ્રશ્યોમાં એક્શન અને
જૂનિયર કલાકારોના અનુભવનો અભાવ તેમજ ફિલ્મ રિલિઝ કરી દેવાની ઉતાવળે આ ફિલ્મના ઉપરોક્ત
મજબૂત પાસાઓની પથારી ફેરવી નાખી હોય તેવું લાગે. મારું માનવું છે કે કોઈ ગુજરાતી
ફિલ્મ રિલિઝ કરતાં પહેલાં થીએટર સાથે જોડાયેલા કોઈ અનુભવી(જેમ કે નિમેશ દેસાઈ અને
સૌમ્ય જોશી જેવા)ની સલાહ લેવી જોઈતી હતી તો કદાચ આ ફિલ્મનો રિવ્યુ કઇંક અલગ હોત.
-
ગુજરાતી
દર્શકો અને ગુજરાતી ફિલ્મો
ગુજરાતી દર્શકો હવે જ્યારે પણ ગુજરાતી
ફિલ્મ જોવા જાય છે ત્યારે ગુજરાતી ફિલ્મ બૉલિવૂડની ફિલ્મને ટક્કર મારે તેવી અથવા
તે કક્ષાની હોય તેવું માનીને જ જતાં હોય છે. આવામાં જ્યારે આવી કોઈ ફિલ્મ કેટલાક
પેરામિટર્સમાં ખરી ન ઉતરે તો એ ફિલ્મ ગુજરાતી હોવાનું ગર્વ લેવા જેવી ન જ લાગે.
તેની પાછળનાં કારણો પણ ઘણાં બધાં છે. જેમ કે ફિલ્મમાં કામ કરતા માણસોની ઓવરઓલ મહેનત,
રાજ્ય સરકાર તરફથી કોઈ આર્થિક મદદ કે તૈયારી નહીં, એક દમદાર ફિલ્મ બનાવવા માટેના
સંશાધનોનો અભાવ જેવા કે કેમેરા, સૉફ્ટવેર અને પ્રોફેશનલ સ્કિલ ધરાવતી સ્ટાર કાસ્ટ
અને મેકઅપથી લઈ એડિટિંગ, પ્રોડક્શન સુધીના અનુભવી માણસોનો અભાવ. સાઉથની ફિલ્મો આજે
બૉલિવૂડની ફિલ્મોની લક્ષ્મણ રેખા ઓળંગી રહી છે અને એટલે જ કદાચ બૉલિવૂડની
ફિલ્મોમાં સાઉથનું ફેક્ટર જોર પકડી રહ્યું છે. ગુજરાતી ફિલ્મોને બૉલિવૂડ ફિલ્મોની
હરોળમાં આવવા પહેલા સાઉથ ફિલ્મના આ ફેક્ટરને ઓળંગવું પડશે. તેના માટે બે યાર અને
કેવી રીતે જઇશ જેવી ફિલ્મો એક શરૂઆત છે પણ આ પ્રકારની ફિલ્મ લઇને એ તરફ જોવું પણ અઘરું
છે.
- કૉ-ઇન્સિડન્સઃ
હવે આને કૉ-ઇન્સિડન્સ કહો કે કઇં પણ, વાઇડ એંગલના જે ઑડિટોરિયમની જે સિટ પર અમે પાંચ મિત્રો બેઠા હતા, આ ફિલ્મની સ્ટાર કાસ્ટ અમારી પાછળની હરોળમાં જ ફિલ્મનો શો જોવા અને દર્શકોનો રિવ્યું લેવા આવેલી. પણ અમને પૂછવાનો તો કોઈ સવાલ જ ઊભો નહોતો થતો, કારણ એટલું જ કે ચાલું ફિલ્મે એવી કેટલીય બાબતો પર અમારા પાંચ વચ્ચે ચર્ચા થઈ ચૂકેલી જે અમારાં મતંવ્ય માટે પૂરતી હતી.
હવે આને કૉ-ઇન્સિડન્સ કહો કે કઇં પણ, વાઇડ એંગલના જે ઑડિટોરિયમની જે સિટ પર અમે પાંચ મિત્રો બેઠા હતા, આ ફિલ્મની સ્ટાર કાસ્ટ અમારી પાછળની હરોળમાં જ ફિલ્મનો શો જોવા અને દર્શકોનો રિવ્યું લેવા આવેલી. પણ અમને પૂછવાનો તો કોઈ સવાલ જ ઊભો નહોતો થતો, કારણ એટલું જ કે ચાલું ફિલ્મે એવી કેટલીય બાબતો પર અમારા પાંચ વચ્ચે ચર્ચા થઈ ચૂકેલી જે અમારાં મતંવ્ય માટે પૂરતી હતી.
Visit Blog:- http://ankitpandya22.blogspot.in/
લિ. અંકિત એમ. પંડ્યા
સમુદ્ર મંથન - રત્ન 67
No comments:
Post a Comment