આર્ટીકલ અને પોસ્ટ :-

Wednesday, 24 December 2014

જ્યાં-જ્યાં PK ના રિવ્યૂ હશે.. ધર્મની BK વ્યૂ બધાના OK હશે..

અબ હમાર બારી, 'નંગાપુંગા દોસ્ત'
- કોઇપણ ફિલ્મ જોવી કે ન જોવી તેનો નિર્ણય ક્યારેય કોઈ રિવ્યૂ ઉપરથી ન કરવો જોઈએ
- અમદાવાદની એચ.કે આર્ટ્સ કૉલેજમાં અંગ્રેજીના પ્રોફેસર રહીં ચૂકેલા, અભિજાત જોષી(સ્ક્રિપ્ટ રાઇટર, પ્રોફેસર સૌમ્ય જોષીના મોટાભાઈ)
- આવો ત્રિવેણી સંગમ(હિરાણી, અભિજાત, આમિર) જ્યારે સર્જાય ત્યારે ચોક્કસ કઇંક ઊથલ-પાથલ થઇ જાય
- 'ધર્મ'સંકટ: અમર(અભિજાત)-અકબર(આમિર)-એન્થની(હિરાણી)એ ભક્તો(દર્શકો)માટે ડાયલ કરેલો આ 'રાઇટ નંબર' 'રોંગ નંબર' થઈ ગયો
- આશા: આ રિસર્ચ(PK)લૂલ ન થઈ જાય, વધુને વધું ગાંધીજીના ફોટા(રૂપિયા) ભેગા કરે, અને ન કરે નારાયણ કે 'ડાન્સિંગ કાર'(કપડાં માટે) શોધવા જવું પડે.

   તારિખ 24 ડિસેમ્બર, સમય 4 વાગ્યાનો શો. આવું ફરી એક વખત બની રહ્યું છે જ્યારે
અમે (દિવ્યભાસ્કર.કૉમની ટીમ) સાથે ફિલ્મ જોવા ગયા હોઈએ અને બનવાકાળે એ ફિલ્મ આમિરખાનની જ હોય. આ પહેલા પણ અમે ધૂમ-3 સાથે જોયેલી અને તેની પણ એ સમયે ચારે બાજુ એટલી જ ચર્ચાઓ ચાલી રહી હતી જેટલી અત્યારે ફિલ્મ પીકેની ચાલી રહી છે. અહીં સુધી કે પીકેની શરૂઆતનાં કેટલાક દ્રશ્યો પણ ધૂમ-3 સાથે મેચ થતાં હોય તેમ (મને) લાગ્યું.

જોકે આ બન્ને ફિલ્મની કમ્પેરિશન ન કરી શકાય, તેમ છતાં ધૂમ-3માં કેટરીનાની એન્ટ્રી સાયકલમાં થાય છે તો પીકેમાં અનુષ્કા પણ સાયકલમાં નજરે ચઢે છે. એવી જ રીતે ધૂમ-3ના મલંગ-મલંગ સોંગમાં આમિરે કેટરીના સાથે દોરડે લટકીને ડાન્સ કર્યો છે તો પીકેના લવ ઇઝ અ બેસ્ટ ઑફ ટાઇમમાં અનુષ્કા સાથે પણ કર્યો. ખૈર, કોઇપણ ફિલ્મ જોવી કે ન જોવી તેનો નિર્ણય ક્યારેય કોઈ રિવ્યૂ ઉપરથી ન કરવો જોઈએ. તમારી પોતાની વિચારસરણી હમેશા અન્યો કરતા અલગ હોય છે, માટે તમારાં ધોરણે તે હંમેશા શ્રેષ્ઠ રહેવાની. ઘણાં રિવ્યૂ એવા હોય છે, જે તમે ફિલ્મ જોયા પછી જ સમજી શકો.

ઘાટ-ઘાટના પાણી એટલે રાજકુમાર હિરાણી(ડિરેક્ટર), અમદાવાદની એચ.કે આર્ટ્સ કૉલેજમાં અંગ્રેજીના પ્રોફેસર રહીં ચૂકેલા અને ''લગે રહો મુન્નાભઈ', '3 ઇડિયટ્સ' જેવી ફિલ્મ્સના સ્ક્રિપ્ટ રાઇટર અભિજાત જોષી(સ્ક્રિપ્ટ રાઇટર, પ્રોફેસર સૌમ્ય જોષીના મોટાભાઈ) અને એક્ટિંગના કિંગ કલાકારોમાંના એક આમિર ખાન. આવો ત્રિવેણી સંગમ જ્યારે સર્જાય ત્યારે ચોક્કસ કઇંક તો ઊથલ-પાથલ થઇ જાય.

એક બાજુ આ ફિલ્મ દર્શકોની અપેક્ષા ઉપર જેટલી ખરી ઉતરી રહી છે, બીજી બાજુ એટલી જ તેની ટીકાઓ અને વિરોધ(કેટલીક ધાર્મિક લાગણીઓ દુભાવાનાં નામે) પણ થવા લાગ્યા છે. અહીં સુધી કે સોશિયલ મીડિયામાં તો #isupportPK અને #boycottPK ના ટ્રેન્ડ સામ-સામે આવી ગયા અને લોકોએ પોતપોતાની ન્યૂડ તસવીરો ( #PKPoster ) અપલોડ કરી દીધી. ખરેખર જોવા જઈએ તો આજની સુશિક્ષિત યંગજનરેશન આ ફિલ્મને ચોક્કસ પોઝિટિવલી લઈ રહી છે, પણ જે મુદ્દા પર આ ફિલ્મની પટકથા રચાઈ છે, એ જ મુદ્દો એટલે કે કોઈ એક ધર્મ(હિંદુ)ને વધુ ટાર્ગેટ કર્યો હોય અને ફિલ્મનો મુખ્ય નાયક જ્યારે અન્ય ધર્મ(ઇસ્લામ)નો હોય ત્યારે સવાલ પ્રેઝન્ટેશન પરથી ખસીને ઇન્ટેન્શન ઉપર આવી જાય અને ત્યારે કેટલાક કટ્ટરવાદી હિંદુ આગેવાનોને લાગે કે આ ફિલ્મનાં નામે અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે.

આવા 'ધર્મ'સંકટનાં કારણે આ અમર(અભિજાત)-અકબર(આમિર)-એન્થની(હિરાણી)એ ભક્તો(દર્શકો)માટે ડાયલ કરેલો આ 'રાઇટ નંબર'(pK) 'રોંગ નંબર' થઈ ગયો. આશા રાખીએ કે આ ત્રિવેણી સંગમનું રિસર્ચ(PK)લૂલ ન થઈ જાય, વધુને વધું ગાંધીજીના ફોટા(રૂપિયા) ભેગા કરે, અને ન કરે નારાયણ કે 'ડાન્સિંગ કાર'(કપડાં માટે) શોધવા જવું પડે.

નાના મોઢે મોટી વાતઃ
જો ફિલ્મમાં કોઈ એક ધર્મ ટાર્ગેટ ન હોય તો PKને એક નહીં અનેક સવાલઃ
PKને એક ઔર સવાલઃ 'સેલ્ફડિફેન્સ' અને 'સેફ્ટી' માટે ગાલ પર હનુમાન અને કૃષ્ણના જ સ્ટિકર્સ કેમ?
PKને એક ઔર સવાલઃ 'લાપતા' પોસ્ટર્સમાં માત્ર 'ભગવાન' જ કેમ?
PKને એક ઔર સવાલઃ 'વ્રોંગ નંબર' માટે છેલ્લા ઇન્ટરવ્યુંમાં માત્ર 'સ્વામીજી' જ કેમ?
PKને એક ઔર સવાલઃ બોમન ઈરાનીના બમ્પ પર માત્ર 'ત્રિશૂલ' જ કેમ?
PKને એક ઔર સવાલઃ 'રિમોટ કન્ટ્રોલ' માટે શિવજીનાં ડમરુંનો મણકો જ કેમ?
'જગત જનની' ઉર્ફે 'જગ્ગુ'(અનુષ્કા)ને પણ એક સવાલ: તમારા 'નામ' વિશે તો ખુલાસા વાર કહ્યું, 'PK'એ પોતાનું નામ પૂછ્યું તો 'ગોળ-ગોળ કૂંડાળાં' કેમ?

તમારા મનમાં પણ આવા કોઈ સવાલો હોય તો કરી શકો છો, હજું તો કેટલાય સવાલો છે. આશા રાખીએ કે રણવીર અને આમિરની 'નેક્સ્ટ સિક્વલ' આ સવાલોના જવાબ સાથે આવે. ભૂલચુક લેવી-દેવી..

લી. અંકિત એમ. પંડ્યા. (visit: http://ankitpandya22.blogspot.in/ )

સમુદ્ર મંથન - રત્ન 66

No comments:

Post a Comment