દરેક વસ્તુનો એક સમય આવે છે, તેમ ચેતન ભગતનું પુસ્તક '2 states' (તેમનાં પ્રેમલગ્નની વાસ્તવિક કહાણી) વાંચવાનો સમય પણ ગઈ કાલે મારા સદભાગ્યમાં લખાયો હતો, ઈન્ફેક્ટ લખાઈ ચૂક્યો હશે.. પણ મે અહીં તેના વીશેની વાત એટલા માટે લખી છે, કે જિંદગીમાં બધું જ થઈ શકે તેવું શક્ય નથી હોતું, પણ કેટલીક વસ્તુઓ કઈ પણ રીતે કરવી જ જોઈએ( તેવો મારો અંગત અભિપ્રાય છે).. જેવી કે '2 સ્ટેટ્સ' ફિલ્મ જોયા પહેલા મારે '2 સ્ટેટ્સ' પુસ્તક વાંચવું જ જોઈએ.. આ પુસ્તક આમ તો મારી પાસે બે વર્ષ પહેલા જ આવી ચૂક્યું હતું, પણ પુસ્તકો વાંચવાની મારી પ્રાયોરિટી પ્રમાણે તેનો વારો ગઈ કાલે આવ્યો.
હું માનું છું કે કોઈ પુસ્તક ક્યારે વાંચ્યું, તેના કરતા વધું મહત્વનું એ છે કે તે કેવું વાંચ્યું અને તેમાંથી 5/6 ફૂટની આ હ્યુમન ઈમારતનાં ઉપલાં માળે શું ઉતાર્યું તે છે. એમ તો હું કોઈને દરેક પુસ્તક વાંચવાનો બળાગ્રહ (બળ પૂર્વકનો આગ્રહ) નથી કરતો, પણ હું એવું માનું છું કે જો તમે આ પુસ્તક હજું સુધી નથી વાંચ્યું અને

તમારી પાસે સમય છે અને મારા જેવો કોઈ પ્રાયોરિટીનો નિયમ નથી, તો તમારે હવે વાંચી લેવું જોઈએ.. મારી એક બેસ્ટ ફ્રેન્ડે મને આવો જ બળાગ્રહ વર્ષ પહેલા કર્યો હતો, પણ મેં કહ્યું તેમ પ્રાયોરિટીમાં તેનો વારો હવે આવ્યો છે.. એટલે આ પુસ્તક જરૂર વાંચજો..
હું એવું માનું છું કે ઑટોબાયોગ્રાફીનાં ક્ષેત્રમાં દરેક વ્યક્તિ પોતે જ એક સર્વોત્તમ લેખક હોય છે, તમે પોતે પણ (હા હા તમે જ, તમારી જ વાત કરી રહ્યો છું, આમ ભવા કેમ તણાઈ ગયા) એક સર્વોત્તમ લેખક છો જ. બસ તમે હજું તેની શરૂઆત નથી કરી. પણ ચેતન ભગતે કરેલી તે શરૂઆતને કારણે તેઓ આજે જે કઈ પણ છે તે તમે પણ જાણો જ છો એટલે તેનો મારે અહીં કોઈ ઉલ્લેખ કરવાની જરૂર નથી જણાતી.
પુસ્તક વીશે એટલું જ કહીંશ કે પ્રેમ (મને સૌથી વધું ગમતો શબ્દ)ના રસ્તે ચાલનારા 'સાચા' લોકો કેવી-કેવી અગ્ની પરિક્ષાઓમાંથી પસાર થાય છે,(એક છોકરો, તેની પ્રેમિકા છોકરી માટે શું કરી શકે છે) તે તમને આ પુસ્તકમાં જાણવા મળશે.. વાંચ્યા પછી તમને પૈસા વસૂલ થઈ ગયાનો અહેસાશ થશે (તેની હું ખાતરી આપું છું) આ એક સત્ય ઘટના છે (હોય જ, લગ્નજીવન પર ઑટોબાયોગ્રાફી છે તો..) અને તેમાં અમદાવાદની વાત છે, IIMA, ચેન્નઈ, દિલ્હી, ગાંધી આશ્રમ, નવરંગપુરા, તમિલ, પંજાબી જેવા શબ્દો સાથે નિસ્બત ધરાવતા લોકોને આ કઇંક પોતિકું હોય તેવું લાગશે. આધૂનિક યુગના બે પ્રેમીઓના પ્રેમ-થી-લગ્નની વાત છે એટલે ચોક્કસ આજના યંગસ્ટર્સને ઇન્ટ્રેસ્ટિંગ લાગશે જ. હું માનું છું કે તમારે વાંચવું જ જોઈએ..
મને આ વાસ્તવિક પ્રેમ-થી-લગ્ન કહાણી વીશે વાંચવા-જાણવા મળ્યું તે બદલ ચેતન ભગત અને મારી બેસ્ટ ફ્રેન્ડનો આભારી છું.. Thank you #Chetanbhagat :)
(તસવીરમાં ચેતન ભગત(પંજાબી) અને તેમના પત્ની અનુષા ભગત(તમિલયન) ) એક વાતનો અહીં ઉલ્લેખ કરવો પડશે, કે 22મી એપ્રિલ(1974)ના રોજ તેમનો જન્મદિવસ હતો.. થોડો વધું પર્સનલ થવાનો પ્રયત્ન કરીશ કે 22 એ મારો શુભાંક પણ છે ;) આટલું વાંચવા બદલ તમારો પણ ખુબ-ખુબ આભાર..
લિ. અંકિત એમ. પંડ્યા
સમુદ્ર મંથન - રત્ન 65

No comments:
Post a Comment