આર્ટીકલ અને પોસ્ટ :-

Friday, 17 July 2015

#Eid mubarak: જ્યારે બે 'માં-માં' ભેગી થાય, ત્યારે બને 'મામા' Bajrangi Bhaijaan


 મારે શું? તે પ્રશ્ન બાજુ પર મૂકી, કોઈ અન્ય માટે જે જીવ્યો, તે છે બજરંગી ભાઇજાન. પાકિસ્તાનની ધરતી, એક માં પાસેથી ટ્રેનમાં વિખૂટી પડી ગયેલી અબોલ બાળકી હિન્દુસ્તાન પહોંચે છે, તેને ફરી પાકિસ્તાન મોકલી તેની માં સાથે ભેટો કરાવવા બજરંગી ભાઇજાન એટલે કે, પવન ચતુર્વેદી, એટલે કે સલમાન ખાન જે કઈ કરી છૂટ્યો, તે કોઈ સગી મા જ કરી શકે. ટૂંકમાં એક પાકિસ્તાની માં સાથે તેની દીકરીનો ભેટો કરાવી આપનાર એક હિન્દુસ્તાની માં, એટલે બજરંગી ભાઇજાન’, પાકિસ્તાન પહોંચ્યા પછી તે અબોલ બાળકીનાં મોઢે જેના માટે ચમત્કારી રીતે પહેલવહેલા શબ્દો નીકળ્યાં મામા, તે બજરંગી ભાઇજાન’.


 રૂપિયા 125 કરોડનાં ખર્ચે બનેલી સલમાન ભાઇની લેટેસ્ટ ફિલ્મ બજરંગી ભાઇજાનએટલે બીઇંગ હ્યૂમનનો એક એવો પરિચય, જે વર્તમાન પેઢીને માનવતાની હકારાત્મક બાજુ તરફ દોરી જાય છે. ઇદના દિવસે સલમાન ખાને બંજરગી ભક્ત પવન ચતુર્વેદી બનીને અને ગળામાં બજરંગી ગદા ધારણ કરીને કોમી એક્તાને પ્રોત્સાહન પૂરુ પાડે એવી એક અદભૂત પટકથા દર્શકો સમક્ષ પ્રસ્તુત કરી છે. આ કહાણીના એક લેખક વિ. વિજયેન્દ્ર પ્રસાદ પણ છે. આ એજ વિજયેન્દ્ર પ્રસાદ, જેમણે સાઉથના નિર્દેષક રાજામૌલીની ફિલ્મ બાહુબલી માટે કહાણી રચી છે. સલમાન ખાનની આ પહેલી એવી ફિલ્મ હશે, જે પાકિસ્તાન અને હિન્દુસ્તાન બન્ને દેશના દર્શકો અને તેના ચાહકોને હકારાત્મક રીતે આકર્ષિત કરશે, જેને ફૂલ ફેમિલી જોઈ શકશે, જેને હિન્દુ હોય કે મુસલમાન, બન્ને કોમની લોકચાહના મળશે.
  • -          ફિલ્મના કલાકારો વિશે:


 આ ફિલ્મ ત્રણ પાર્ટમાં શૂટ કરવામાં આવી છે. જેનો પહેલો ભાગ દિલ્હીમાં શૂટ થયો, ત્યારબાદ બીજો પાર્ટ એનડી સ્ટૂડિયો, કરજતમાં અને ત્રીજો પાર્ટ રાજસ્થાનના માંડવામાં ફિલ્માવાયો. વર્ષ 2007માં મૂંબઈની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પાપાપગલી કરનાર અને ત્યારથીલઈ અત્યારસુધીના આટલાં ટૂંકા ગાળામાં પીકે, ગેંગ્સ ઑફ વાસેપૂર, કાઇપો છે, હાઈવે, રોકસ્ટાર, ચિલ્લરપાર્ટી’, ‘બદલાપૂર, તેવર, હૈદર’, ‘ભૂતનાથ, અને લવ આજ કલ જેવી દિગ્ગજ ફિલ્મોના યંગ કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાએ આ ફિલ્મમાં 6 વર્ષની મૂન્નીનાં પાત્ર માટે 7 વર્ષની હર્ષાલી મલ્હોત્રાને 5 હજાર બાળકીઓનાં ઓડિશન માંથી સિલેક્ટ કરી. આ ફિલ્મમાં હર્ષાલીએ જે રીતે 6 વર્ષની મૂન્નીનું પાત્ર ભજવ્યું છે, તે ખરેખર દાદ આપવા લાયક છે. ચાઇલ્ડ એક્ટર તરીકે આ તેનું એવૉર્ડ વિનિંગ પર્ફોર્મન્સ છે. આ ફિલ્મમાં વધુ એક ધમાકેદાર પર્ફોમન્સ દેખાડતો કલાકાર છે નવાઝૂદ્દીન સિદ્દીકી, જેમણે આ ફિલ્મમાં પાકિસ્તાની પત્રકાર ચાંદ નવાઝનું પાત્ર ભજવ્યું છે. નવાઝ સિદ્દિકીએ પોતાની એક્ટિંગ દ્વારા દર્શકોનાં દિલો-દિમાગ પર એક અદભૂત છાપ છોડી દીધી છે. ઓમપૂરીએ પણ ખૂબજ સૂંદરતા પૂર્વક મૌલાના સાહેબનું ભજવ્યું છે. કરીના કપુરે ભજવેલૂ રસીકાનું પાત્ર પણ આમાં ક્યાંય ઓછું ઉતરતું નથી.
  • -          ફિલ્મની પટકથા વિશે:

 આ ફિલ્મ પાકિસ્તાન આવામ અને હૂકુમતની એક નવી છાપ છોડશે. અત્યાર સુધીની ફિલ્મોમાં પાકિસ્તાની હૂકુમતનો ચહેરો ક્રૂર અને તાનાશાહી જેવો જ દેખાડવામાં આવ્યો છે. આ પહેલી એવી ફિલ્મ જોઈ છે, જેમાં પાકિસ્તાની હૂકુમતને માનવતા માટે લડતા દેખાડવામાં આવ્યા છે. સલમાન ખાનને આ ફિલ્મમાં માનવતા પ્રેમી, સત્યનિષ્ઠ અને બજરંગી ભક્ત દેખાડવામાં આવ્યો છે. એક અબોલ બાળકીને તેના મૂલ્ક, એટલે પાકિસ્તાન પરત મોકલવા પવન ચતુર્વેદી એટલે કે સલમાન ખાન શું કરી છૂટે છે, અને આ માટે તેને પાકિસ્તાનમાં મળતા લોકોએ પણ દેખાડેલી માનવતા, આ તમામ વસ્તુઓ દર્શકોની આંખોમાં ઝળઝળિયાં લાવી દે તેવી છે. આ ફિલ્મમાં દેખાડેલ ઇમોશન, કોમી એક્તા, માનવતા, ધર્મ, વગેરે જેવા પાસાઓ દર્શકોનાં દિલો-દિમાગ પર સલમાન ખાન અને ફિલ્મની હકારાત્મક છાપ છોડી જાય છે.
  • -          રાજામૌલીની બાહુબલી સામે કબીર ખાનની બજરંગી ભાઇજાન’, તુલના કરવી અયોગ્ય:

 ફિલ્મ બજરંગી ભાઇજાન પોતાનામાં જ એક અલાયદું ઉદાહરણ પૂરુ પાડે છે. આ ફિલ્મને ‘‘બાહુબલી’’ સાથે તોલવી મારા મત પ્રમાણે અયોગ્ય છે. તેની પાછળનાં કારણો ઘણાં બધાં છે અને સમજવા લાયક પણ. રાજામૌલીએ રૂપિયા 250 કરોડનાં ખર્ચે વીએફએક્સમાં તૈયાર કરેલી ‘‘બાહુબલી’’, સાઉથની એક એવી ફિલ્મ છે, જેમાં વિરયોદ્ધાઓની સૌર્યગાથાનું વર્ણન આલેખવામાં આવ્યું છે. તેમાં રાજા-મહારાજાઓની વાત છે. જ્યારે કબીરખાને રૂપિયા 125 કરોડનાં ખર્ચે તૈયાર કરેલી બજરંગી ભાઇજાન, બોલિવૂડની એક એવી ફિલ્મ છે, જેમાં સલમાન ખાને માનવતા અને કોમીએક્તાનો મેસેજ કન્વે કર્યો છે. તેમાં એક સામાન્ય માણસની વાત છે. આ બન્ને ફિલ્મો પોતપોતાની જગ્યાએ સર્વશ્રેષ્ઠ ફિલ્મો છે. હવે રહી વાત રેકૉર્ડ સર્જવાની કે તોડવાની, તો બાહુબલી પોતે જ ભારતીય સિનેમા જગતની એક એવી રેકૉર્ડ તોડ ફિલ્મ છે, જેને સોશિયલ મીડિયાથી લઈને ન્યૂઝમીડિયા સુધી અદભૂત પ્રસિદ્ધિ મળી ચૂકી છે. બાહુબલીનો ક્રેઝ કેવો છે અને બજરંગી ભાઇજાનનો ક્રેઝ કેવો છે, તે બન્ને પોત-પોતાની જગ્યાએ શ્રેષ્ઠ છે. ફિલ્મ ‘‘બાહુબલી’’ની સિનેમેટોગ્રાફી બૉલિવૂડની અત્યાર સુધીની ફિલ્મો કરતાં ઘણી ચઢિયાતી છે. સલમાન ભાઈની ફેન ફોલોઈંગ, બીઇંગ હ્યૂમનની છાપ, ઈદના દિવસે રિલિઝ અને બોલિવૂડના અનેક દિગ્ગજ કલાકારો પાસેથી ફિલ્મને મળેલો સપોર્ટ, ફિલ્મ બજરંગી ભાઇજાનને 100-200 કરોડની ક્લબમાં શામેલ કરે તો તેમા નવાઈ નહીં. જ્યારે સાઉથની બાહુબલી આવા કોઈ પણ જાતના સપોર્ટ વગર રેકોર્ડ તોડનારી એક બ્લોકબસ્ટર ફિલ્મ બની ગઈ છે. માટે આ બન્ને ફિલ્મોની સરખામણી કરી, કઈ ફિલ્મ કોના કરતા વધારે ચઢતી છે કે ઉતરતી છે, તે તરફ વિચારવું નિરર્થક છે. 

  • ફિલ્મની કેટલીક વિશેષતાઓ:
-          આ ફિલ્મમાં અદનાન સામીનો લૂક અને તેની કવ્વાલી યાદ રહી જાય તેવી છે.
-          નવાઝુદ્દિન સિદ્દિકી અને 7 વર્ષની હર્ષાલી મલ્હોત્રાનો રોલ દાદ આપવા લાયક છે.
-          સલમાન ખાનની એજ બીઈંગ હ્યૂમન છાપ લાખો લોકોનાં દીલો પર રાજ કરશે.
-          હકારાત્મક અભિગમ: મારજૂડ, ગ્લેમર અને એક્શનની જગ્યાએ ઇમોશન, માનવતા, એક્તા
-          કોઇ પણ કોમની ખામી-ખરાબીઓની જગ્યાએ એક સારી બાજુ દેખાડવો પ્રયત્ન
-          ન્યૂઝમીડિયા અને ટીવીચેનલોનું વલણ કેવું હોવું જોઈએ તેનો બોધ
-          નાત-જાત, રીત-ભાત, મંદિર-મસ્જિદ, વેજ-નોનવેજ જેવી બાબતો પણ આ ફિલ્મમાં જોવા જેવી
-      વચન બદ્ધતા, પોતાનું શું તે બાજુ પર મૂકી, કોઈ બીજા માટે કઈંક કરી છૂટવું, તે આ ફિલ્મમાં શીખવા મળશે.

શું બાહુબલી કે બજરંગી ભાઇજાનની સરખામણી કે તુલના કરવી જોઈએ?


લિ. અંકિત એમ. પંડ્યા

સમુદ્ર મંથન - રત્ન 69

No comments:

Post a Comment