એક બાજુ એવા મા-બાપ આ ઉંમરે પેટનો ખાડો પૂરવા દર-દર ભટકી રહ્યા છે, જેને તમે નજર સામે જોઈ રહ્યા છો, જે તમારી સામે હાજરાહજુર છે, જે સામે ચાલીને તમને મદદ માટે પોકારી રહ્યા છે, જેમને સાંભળવામાં પણ કોઇને રસ નથી, અને બીજી બાજુ જે સાવ મુંગો બેઠો છે, જેણે ક્યારેય તમારી પાસે કઈ માંગ્યું નથી, જે ક્યારેય દર-દર ભટક્યો નથી, જે ક્યારેય તમને કઈ સંભળાવતો નથી, એના મંદિરો સોને મઢાઈ રહ્યા છે, એના ભંડારા સોના-ચાંદી અને દાનથી ઊભરાઈ રહ્યા છે. શુ મહાન દાનવીરો છે આપણે ત્યાં.
આના કરતા તો ધન્ય છે સવજીભાઈ ધોળકિયા, લવજી બાદશાહ, મહેશભાઈ સવાણી અને સંજય રાવલ જેવા વિરલાઓને, જેમણે લોકસેવા પાછળ પોતાનુ જીવન રેડી દઈ માનવતા મહેકાવી છે. ઇતિહાસનો એકપણ માઇનોલાલ એવો નથી જેને આવા સોના-ચાંદીના દાનથી લોકો ઓળખતા હોય, યાદ તો એમને કરાય છે જે વિરલાઓ લોકો માટે, સમાજ માટે, દેશ માટે ખપી ગયા. ગીતો એમના ગવાય છે. દાખલા એમના દેવાય છે. દાન કરો તો ભાનમાં કરજો, તાનમાં તો નર્યા દેખાડા ભર્યા છે.
લિ. અંકિત એમ. પંડ્યા
સમુદ્ર મંથન - રત્ન 76


No comments:
Post a Comment