'બિહેવ્યર' બદલો
મીડિયા કે પોલીસને ગાળો દેવાની જગ્યાએ આપણે પોતાનું બિહેવ્યર બદલવાની જરૂર છે. ગુજરાતમાં દારુ વેચાય છે એટલે લોકો પીવે છે એવું નથી, હકીકત એ છે કે લોકો દારુ પીવે છે એટલે ગુજરાતમા દારુ વેચાય છે. તમે પીવાનું બંધ કરી દો, બુટલેગરો જખમારીને વેચવાનું બંધ કરી દેશે. બાકી ગુજરાતમાં દારુ-દારુ કરીને રાજ્યની છબી બગાડવાની જરૂર ક્યાં છે? દીવ-ગોવા અને માઉન્ટ આબુ જેવા સ્થળો ગુજરાતીઓનાં હોટ ફેવેરિટ પ્લેસ અમથા નથી બન્યા.
દારુમાં જેમ પોલીસને ગાળો આપીએ છીએ એમ ન્યૂઝમાં મીડિયાને આપીએ છીએ. મીડિયા ફાલતુ ન્યૂઝ દેખાડે છે, મીડિયા નેગેટિવ ન્યૂઝ દેખાડે છે, મીડિયા પોઝિટીવ ન્યૂઝ તો દેખાડતું જ નથી ફલાણું-ઢિંકણું. મીડિયા જેવું દેખાડે છે એવું લોકો જોવે છે એવું નથી, પણ વાસ્તવિક્તા એ છે કે લોકો જે સૌથી વધારે જોવે છે મીડિયા એ સૌથી વધારે દેખાડે છે. આ
આ બધી વસ્તુઓ પાછળ આપણું બિહેવ્યર જવાબદાર છે. કોઈ માણસ સામાજીક જાગૃતિનું કામ કરતો હોય ગરીબોને મફતમાં ભોજન, કપડાં કે વસ્તુઓ આપતો હોય એ જોવા જેટલી ભીડ જમા નથી થતી, તેનાથી ચાર ગણી ભીડ તો કોઈકનો ઝઘડો થતો હોય કે રસ્તાઓ પર એક્સિડેન્ટ થયો હોય તેનો તમાસો જોવા એક્ઠી થતી હોય છે, ત્યાં સુધી કે પાછળ વળી-વળીને જોઈએ છીએ. આખા ગામની પંચાત કરીએ છીએ, ફલાણાં છોકરી તો આજે રાતે 12 વાગે આઈ, ફલાણાના છોકરા જોડે આજે ફરવા ગઈતી વગેરે-વગેરે.. પણ ક્યારેય કોઈ માણસે કઈંક સારું કામ કર્યું હોય તેને યાદ પણ નથી કરતા. આમાં ક્યાં મીડિયા તમને પોઝિટીવ ન્યૂઝ દેખાડે?
આજે દેશના વડાપ્રધાનને શૌચાલય બનાવવા પાછળ જેટલા રૂપિયા ખર્ચવા નથી પડતા એનાથી બમણાં તો તેની જાહેરાતો કરવા પાછળ ખર્ચવા પડે છે, શા માટે? શૌચાલયો તો છે અથવા બની જશે, પણ આપણે તો ગમે ત્યાં દીવાલ આગળ બે પગ પહોળા કરીને ઊભું થઈ જવું છે. શિક્ષણનો પણ વાંક નથી, બિહેવ્યર બદલવું નથી. બાકી ભણેલા-ગણેલા અને શ્રીમંત લોકોને પણ ચાલુ ગાડીએ જમણો દરવાજો ખોલીને રસ્તા પર પિચકારીઓ મારતા તો તમે પણ જોયા જ હશે?
લિ. અંકિત એમ. પંડ્યા
લિ. અંકિત એમ. પંડ્યા
સમુદ્ર મંથન - રત્ન 80

No comments:
Post a Comment