બળાત્કાર? હાય-હાય, હૈ શું કહ્યું બળાત્કાર? કોની ઉપર થયો, કોણે કર્યો, ક્યાં કર્યો, ક્યારે કર્યો, કેવી રીતે કર્યો, પોલીસ, એમ્બ્યુલન્સ, મીડિયા, હોબાળો, કેસ, કોર્ટ, વિરોધ, વિરોધ પ્રદર્શનો, એક્સપર્ટ વ્યૂઝ, સજા, જેલ, જામીન , જલ્શા અને છેલ્લે ખેલ ખતમ.
શરૂઆતથી લઈને અંત સુધી જાણે કોઈ ભુરાયા થયેલા આખલાએ લાલ લૂગડું જોઈને દોટ મૂકી હોય એમ આખો દેશ એક બળાત્કારની ઘટના પાછળ આખલાની માફક દોડી પડે છે, અથવા એમ કહો કે એક બળાત્કાર ઉપર આ આખું 'દુષ્કર્મચક્ર' ફરી વળે છે. પણ જેને લઈને આ આખું વાવાઝોડું ફૂંકાયું એ ધરાશાઈ થઈ ગયેલી જિંદગી, બળાત્કાર પીડિત મહિલા, ઘટના બન્યા પછી એકદમ ચૂપ થઈ જાય છે, જાણે એક જિંદગી જીવતેજીવ મરી ગઈ. રોજ આવો એક બળાત્કાર થતો જ રહે છે અને જે બળાત્કાર પીડિતાનાં માથે 'નેશનલ કવરેજ'નાં હાથ ફર્યા એવા 100માંથી એક બે કિસ્સા આખા દેશમાં ફેલાઈ ગયા, બાકીનાં 98-99માંથી કેટલાકને ન્યાય ન મળ્યો અને કેટલાક ઘટના સ્થળે જ દબાઈ ગયા.
આ ન્યુઝની હેડલાઇનમાં કોઈ જ ભૂલ નથી, વાત સાવ સાચી છે અને આ આર્ટિકલ વાંચ્યા પછી કદાચ તમે પણ તેની સાથે સહમત થશો. તાજેતરમાં જ બળાત્કારનાં બે-ત્રણ એવા કિસ્સા સામે આવી ગયા, જેના વિશે કદાચ લોકોને હવે કઇંજ કહેવાનું બાકી નથી રહ્યું. દિલ્હી ગેંગ રેપ, છિંદવાળા આશ્રમમાં થયેલો રેપ, અને ફોટો જર્નાલિસ્ટ મહિલા પર થયેલો ગેંગ રેપ. 'નેશનલ કવરેજ'ના આશીર્વાદ હેઠળ ભારતની શેરીએ-શેરીએ પહોંચ્યા, પણ એવા કેટલાય બળાત્કાર હશે, જે ભારતની શેરીઓમાં જ દબાઈ ગયા હશે, પછી પોલીસ સ્ટેશનમાં તો નોંધાયા હોવાનો સવાલ જ ક્યાંથી ઊભો થાય?
એક એવા રાક્ષસે આજે જન્મ લઈ લીધો છે, જેનું નામ સાંભળીને જ આખો દેશ ધ્રૂજી જાય છે. આ રાક્ષસને લોકો 'બળાત્કાર' તરીકે ઓળખતા થઈ ગયા છે. તેનાં પણ પાછા બે સ્વરૂપો છે. એક વ્યક્તિ કરે તો બળાત્કાર અને બે કે તેથી વધારે કરે તો સામૂહિક બળાત્કાર. અને જેવો આ કિસ્સો સમાજની સામે આવ્યો નથી કે આખો દેશ આ બન્ને પ્રકારનાં બળાત્કાર ઉપર સામૂહિક બળાત્કાર કરવા તૂટી પડશે. આજ સુધી કોઈ અદાલત એવો ચૂકાદો નથી આપી શકી કે કોઈ સ્ત્રી એમ કહીં શકે કે હાંસ, હવે ક્યારેય ભારતમાં બળાત્કાર નહીં થાય.
આપણી જેમ આપણો કાયદો પણ એટલો ભાવૂક છે કે 'બિચારા ગુન્હેગાર' ઉપર થોડી દયા તો દેખાડી જ દે. જેની ઉપર બળાત્કાર થયો એ જિંદગી ચાર દિવાલોના એક ખુણાંમાં એ જ સિમ્બોલિક અવસ્થામાં બેસી ગઈ અને ભારતની અડધા ઉપરની પ્રજા હાથમાં મશાલો લઈને નીકળી પડી, પીડિતા કો ન્યાય દો, નરાધમ કો ફાંસી દો.. પણ આપણો કાયદો એટલો મજબૂત છે કે સબૂતો અને પૂરાવા સામે હોય છતાં પણ સજા આપવામાં થોડી દયા દેખાડે. એક નારીના ગર્ભમાંથી જન્મેલો પુરુષ, નારીનું દેહ પીંખી નાખતા કેમ જરા પણ ખચકાતો નથી.
જ્યારે-જ્યારે બળાત્કારની મોટી ઘટનાઓ (જે હોય તો દરેક બળાત્કાર જેવી જ, પણ નેશનલ કરવેજનાં કારણે બની ગઈ હોય મોટી) સામે આવે, એટલે દેશભરમાં આક્રોશ ફેલાઈ જાય. ફાંસીએ ચઢાવો, ફાસીએ ચઢાવો, પણ શું એક બળાત્કારીને ફાંસીએ ચઢાવી દેશો તો ફરી વખત બીજે ક્યાંય બળાત્કાર નહીં થાય તેની શું ખાતરી? એકને ફાંસીએ ચઢાવી દઈશું અને પાછળ વળીને જોઈશું ત્યાં બીજા ચાર બળાત્કારી ઊભાં થઈ ગયા હશે, કોને-કોને ફાંસીએ ચઢાવા જશો અને કોના-કોના માટે વિરોધ પ્રદર્શનો કરતા રહેશો?
શું સ્ત્રીઓને લખી દીધું છે કે બળાત્કાર એમની ઉપર જ થાય અને થાય પછી ચૂપ થઈને બેસી જવાનું, ન ચહેરો છતો થાય, ન નામ. આખી જિંદગી પર જાણે દાગ લાગી ગયો હોય એવી ભાવના જ્યારે મનમાં ઘર કરી જાય, ત્યારે એક પીડિતાને જિંદગી, મોતથી પણ બદતર લાગવા લાગતી હશે, પણ એક નરાધમના ચહેરા પર બળાત્કાર કર્યાનો સહેજ પણ પછતાવો નથી દેખાતો કે મે આ શું કરી નાખ્યું. એક બળાત્કારીને ઠેકી જાવ અને પછી જોશો તો ખબર પડશે કે એક બળાત્કાર પાછળ બળાત્કારીના હાથ સીવાય બીજા કેટલા હાથ હતા.
બોલીવુડની ફિલ્મો અને ટીવી સિરિયલો ચોક્કસ સમાજની ઘટનાઓ પછી બને છે, પણ સ્થિતિ એવી ઊભી થાય છે કે લોકો ફિલ્મો અને સિરિયલો જોઈને વધારે કામૂક બની જાય છે અને પછી જ્યારે મોકો મળે કે એક જિંદગીને ચૂપ કરી દે છે. જાહેરાતો પર પ્રસ્તુત થતા ચિત્રો, હોર્ડિંગ બોર્ડ્સ પર પ્રસ્તુત થતી જાહેરાતો, ફિલ્મો, સિરિયલો, ડાન્સ રિયાલિટી શો, અને દ્વિઅર્થી કૉમેડી કાર્યક્રમો સમાજના એક મોટા વર્ગના જનમાનસ પર એક હવસી રાક્ષસને જન્મ આપે છે. બળાત્કારનો જન્મ ત્યાંથી જ થાય છે, અબૉર્શન તો તેનું થવું જોઈએ.
જેમ ભૂખ્યા થયેલાને પાંદડા આપો તો તે પણ જાપટી જાય એમ દેશમાં સંપૂર્ણ પણે અશ્લિલતા ઉપર અંકૂશ મુકી દઈને ધર્મ ઉપર ફિલ્મો, સિરિયલો, પોસ્ટરો અને રિયાલિટી શો શરૂ કરી દો અને જુઓ પછી કેટલા લોકો ભગવો ધરી, હાથમાં ચીપિયો અને કમંડળ લઈને ફરતા થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ ગીતામાં કહેલા તેમના શ્લોક, 'યદા-યદા હી ધર્મસ્ય..', જ્યારે-જ્યારે ધર્મનો નાશ થશે, એટલે કે ભગવાનને ખબર જ હતી કે એક દિવસ ધરતીમાંથી ધર્મનો નાશ થવાનો જ છે અને અત્યારે એ જ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ.
પશ્ચિમી સંસ્કૃતિ સામે આંગળી ચીંધતા-ચીંધતા આપણે જ પશ્ચિમી સંસ્કૃતિનાં પગલે-પગલે ચાલવા લાગ્યા છીએ. આજે જરા અમેરિકા, ઑસ્ટ્રેલિયા, ન્યુયૉર્ક જેવા દેશોમાં જુઓ, 'ટૉપલેસ ડે'નાં નામે મહિલાઓ નિર્વસ્ત્ર થઈને નીકળી પડી છે અને આખી દૂનિયા તેને જોઈ રહીં છે. ચીન-જાપાન જેવા દેશો સારા કામ માટે ગંદા રસ્તા પર ચાલી રહ્યાં છે, એઇડ્સ અવેરનેસ માટેની જાગૃત્તા લાવવા માટે પોર્ન સ્ટાર્સના સ્તન સ્પર્શ કરાવીને ફાળો ઊઘરાવી રહ્યાં છે, તો ક્યાંક સ્ત્રીઓને જોઈને ઉત્તેજીત ન થઈ જવાય એ માટે સમૂહ હસ્તમૈથુન જેવા કેમ્પ દુનિયાની સામે આવી રહ્યાં છે. ગાર્ડનમાં મીની સ્કર્ટ પહેરીને આવનારી મહિલાઓને ટીકીટમાં 50%ની છૂટ આપવામાં આવી હોવાના દાખલા પણ આપણી સામે આવ્યા છે.
આવા વાહિયાત ખેલ જ્યારે આ દેશોમાં ચાલી રહ્યાં છે, ત્યારે આપણે ભારતીય સંસ્કૃતિને 'સાવ ગામડિયન જ રહ્યાં' કહીંને આ દિશા તરફ આગળ વધી રહ્યાં છીએ. આજે આપણે ખાદીમાંથી જીન્સ અને શૉર્ટ્સ સુધી તો પહોંચી જ ગયા છીએ, જતે દાડે ભારતમાં પણ 'ટૉપલેસ ડે' ઉજવાતો ક્યાંક જોવા મળે તો નવાઈ નહીં. જ્યારે જનમાનસ પર આટલા વાહિયાત પ્રહારો થઈ રહ્યાં હોય ત્યારે તેમાં જન્મી રહેલા બળાત્કાર નામનાં બાળકને જાણે આપણે બોર્નવિટા પીવડાવી રહ્યાં હોઈએ એવું લાગી રહ્યું છે.
બળાત્કાર નામનો આ શબ્દ ત્યાં સુધી જનમાનસ ઉપરથી નહીં જાય, જ્યાં સુધી આ દેશમાં પોર્ન સ્ટાર્સ, એક એક્ટ્રેસ બનતી બંધ નહીં થાય, જ્યાં સુધી રસપ્રદ ફિલ્મોમાંથી કિસિંગ સિન અને ઉત્તેજક દ્રશ્યો બંધ નહીં થાય, જ્યાં સુધી પહેરવેશ ઉપર એક હદ સુધી મર્યાદા નહીં મુકાય. એ વાત ચોક્કસ છે કે કોઈ પણ વ્યક્તિને શું પહેરવું અને શું નહીં તે નક્કી કરવાનો જે તે વ્યક્તિનો પોતાનો અધિકાર છે, પણ આ અધિકારનાં નામે ક્યાંક વસ્ત્રો ઉપર કાતર બે વખત વધારે ફરી ગઈ હોય એવું દેખાવા લાગ્યું છે. જ્યાં યોગ્ય ન હોય ત્યાં ઉત્તેજક અને સેક્સી દેખાડવાનો પ્રયત્ન કરશો તો જોનારો ઉત્તેજક થવાનો જ, તે તેની માનસિક્તા બદલે એવું ઈચ્છો તેના કરતા સારું છે કે આપણે તે જગ્યાએ પશ્ચિમી સંસ્કૃતિની આ દેન બદલી નાખીએ.
જોકે આ એક ચર્ચાનો વિષય છે કે પહેલા એક સ્ત્રી પોતાનો પહેરવેશ બદલે કે પહેલા એક પુરુષ પોતાની માનસિક્તા બદલે? ટૂંકા અને સ્કિન ટાઇટ વસ્ત્રો પહેરીને સ્ત્રી શું બતાવવા માંગે છે અથવા ટૂંકા અને સ્કિન ટાઇટ વસ્ત્રો જોઈને પુરુષ શા માટે ઉત્તેજીત થાય છે? આ બન્ને પ્રશ્નનો જવાબ બન્ને પક્ષ માંગી શકે છે. પણ એવું નથી કે ટૂંકા વસ્ત્રો હોય ત્યારે જ બળાત્કાર થતો હોય, કેમ કે બળાત્કારનાં સૌથી વધારે કિસ્કાઓમાં પીડાતાએ ડ્રેસ કે સાડી પહેરી હોવાનું સામે આવ્યું છે. અને કદાચ એટલે જ વિકસિત દેશોમાં મહિલાઓ આંતરવસ્ત્રોમાં દેખાય તો એટલો ખડભડાટ નથી જોવા મળતો જેટલો આપણાં દેશમાં જોવા મળતો હોય છે.
કેટલીક વિદેશી પ્રવાસી મહિલાઓને ભારત વીશે પૂછવામાં આવેલા પ્રશ્નોમાં એક જવાબ સૌથી વધારે સામે આવ્યો હતો કે ભારતમાં પુરુષો તેમને ઘૂરી-ઘૂરીને જુવે છે, જે તેમને સહજ અસુરક્ષિત હોવાનો અનુભવ કરાવે છે. તો ક્યાંક તો એવું હશે જ કે પહેરવેશ પહેલા માનસિક્તા બદલવાની જરૂર પડશે, અને જો પહેરવેશ પશ્ચિમી સંસ્કૃતિનાં પગલે-પગલે ચાલ્યો તો પછી ભારતીય સંસ્કૃતિએ ફરી ઘુંધટો તાણી લેવો પડશે. તો જે સમાજ એક બળાત્કારનાં કિસ્સા માટે આવો સામૂહિક બળાત્કાર કરવા તૂટી પડે છે, તે જ સમાજે આ બાબતો ઉપર વિચારવું પડશે. નહીં તો જ્યારે-જ્યારે બળાત્કાર થશે, ત્યારે-ત્યારે દેશના મીડિયાથી લઈને જેલનાં સળિયા સુધીનો ઘટનાક્રમ બળાક્તાર, બળાત્કાર-વન-ટૂ-થ્રી, બળાત્કાર વન્સ અગેન, બળાત્કાર રિટર્ન, બનીને રીપીટ થયા જ કરશે અને જેને લઈને આ રિટર્ન થયા કરે છે તે સ્ત્રીને ચૂપ થઈ જવું પડશે.
બળાત્કાર ખાલી સ્ત્રીઓ ઉપર જ શા માટે? સ્ત્રી ઉપર થાય તો જિંદગી બરબાદ અને પુરુષ પર થાય તો? બળાત્કાર થયા પછી આબરું જવાના ડરે સ્ત્રી જ શા માટે ચૂપ થઈ જાય? શા માટે કોઈ એક બળાત્કારને લઈને તેની ઉપર આટલો મોટો સામૂહિક બળાત્કાર? તમે ઇચ્છો તો આ પ્રશ્નો ઉપર તમારા વિચાર વ્યક્ત કરી શકો છો
લિ. અંકિત એમ. પંડ્યા

સમુદ્ર મંથન - રત્ન 49

No comments:
Post a Comment