રંગોની એ રોનક છે, ફોરમ છે એ ફુલોની,
દોસ્તીની 'રો'માં લખેલી 'કોલમ' છે એ દિલોની..
જિંદગી કહે જેને, ચાલ જીવી જોવું તને,
ખુદ ઈશ્વરે સર્જેલી એ સુધારક છે ભૂલોની..
સત્યની એ ચાહક છે, વિરોધી છે એ ખોટાની,
પોતાનાં જ અભિયાનોમાં એ સમર્થક છે પોતાની,
જિંદગી કહે જેને, ચાલ જીવી જોવું તને,
માતા-પિતાનાં વિશ્વાસની, વાત કરે છે એ મોટાની..
રાતની એ ચાંદની છે, પરોઢ છે એ સવારની,
બીજે હોય નહીં, એ દુનિયા છે દોસ્તીનાં દરબારની..
જિંદગી કહે જેને, ચાલ જીવી જોવું તને,
વાગે તો નીકળે ફૂલો એવી ધાર છે એ તલવારની..
સુંદરતાની એ સાદગી છે, મીઠાશ છે એ વાનગીની,
સમજનારા સમજે છે, બાકી માટે એ વાત ખાનગીની..
જિંદગી કહે જેને, ચાલ જીવી જોવું તને,
દિલમાં બાળપણ ને જિંદગી જીવે છે મર્દાંનગીની.. Dedicated to my Best Friend:
લિ. અંકિત એમ. પંડ્યા
સમુદ્ર મંથન - રત્ન 44

No comments:
Post a Comment