..એ બધું જાણે છે
એ બધું જાણે છે, એ બધું જણાવે છે..
વાસ્તવિક્તાની એની અદાલતમાં સત્યના પતંગિયા ઉડ્યા છે,
કેટલાક સુંદર છે, કેટલાક રંગબેરંગી છે..
આત્મિયતાની એની વકાલતમાં અગત્યના પગથિયા ચણ્યા છે.
કોઈ ખોલીને જુવે પાના એ બંધ પુસ્તકનાં..
વિચારો રાખે છે સૌ છાના એ બંધ મસ્તકમાં..
એ બધું માને છે, એ બધું મનાવે છે..
શરૂઆતની એની સરારતમાં ખુશીના આંશુઓ પડ્યાં છે,
કેટલાક સુંદર છે, કેટલાક રંગબેરંગી છે..
ઉદારતાની એની કરામતમાં ઉછીના સદગુણો મળ્યા છે.
..એ બધું જાણે છે
કોઈ અનુભવી જુવે અંદેશા એની દસ્તકનાં..
મોકલે રાખે છે એ સંદેશા એની હસ્તકમાં..
એ બધું ગણે છે, એ બધું ગણાવે છે..
સુંદરતાની એની સાદગીમાં સોનેરી કિનારા ટાંક્યા છે,
કેટલાક સુંદર છે, કેટલાક રંગબેરંગી છે..
મધુરતાની એની મહેંદીમાં ગોળ મિનારા આંક્યા છે.
..એ બધું જાણે છે (Dedicated to my Best Friend)
લિ. અંકિત એમ. પંડ્યા
સમુદ્ર મંથન - રત્ન 45

No comments:
Post a Comment