મારી નજર સામેઃ છેલ્લાં બે વર્ષથી હાથ જોડીને બેઠેલું છે શક્તિનું આ લાચાર દ્રશ્ય
ગરીબાઈ, પહેલો શબ્દ આ જ યાદ આવે જ્યારે આવું કોઈ દ્રશ્ય આપણે આપણી નજર સામે જોઈએ.
ગરીબાઈ, પહેલો શબ્દ આ જ યાદ આવે જ્યારે આવું કોઈ દ્રશ્ય આપણે આપણી નજર સામે જોઈએ.
ઑફિસથી છૂટીને મારે ઘરે જવાનો સાંજનો સાડા 6 વાગ્યાનો સમય, અથવા ઘરેથી
ઑફિસ આવવાનો મારો 9 વાગ્યાનો સમય. અમદાવાદનો અતિવૈભવી ગણાતો વિસ્તાર
એસજીહાઈવે, તેને સ્પર્શતો, આનંદનગર થી શ્યામલ ચાર રસ્તા તરફ જતો માર્ગ.
શ્યામલ ચાર રસ્તા આવવાની તૈયારી હોય અને એક્ઝેટ તેનાથી 50 ફૂટ પહેલાં આ
દ્રશ્ય હમેશા મારી નજર સામે બેઠેલું જોવા મળે.
છેલ્લા ઘણાં
સમયથી, અથવા એમ કહો કે છેલ્લાં બે વર્ષથી, મારી નજર સામે બેસી રહેલા આ
દ્રશ્યને હું જોતો આવ્યો છું. પત્રકાર છું એટલે જ નહીં, પણ એક માણસ છું
એટલે પણ મને આ દ્રશ્ય આંખમાં ખૂંચતું આવ્યું છે. મારી ઈચ્છા હતી કે આ
દ્રશ્ય જોઈને મારા હ્રદય અને મનમાં જે કઈ પ્રશ્નો ઊભા થાય છે અથવા જે કઈં
યાદ આવે છે, તેને તમારી સમક્ષ વ્યક્ત કરું.
આજે સવારે જ્યારે
હું ઑફિસ આવી રહ્યો હતો ત્યારે આ દ્રશ્ય ફરી મારી નજર સામે આવ્યું. આ
દ્રશ્ય જોયા પછી વિચારો-વિચારોમાં રસ્તો બેથી ત્રણ કિલોમીટર સુધી આગળ વધી
ચૂક્યો હતો, "પણ ક્યાં સુધી આગળ ખેંચતો રહીંશ?" એવો પ્રશ્ન મારા હ્રદયે મને
કર્યો. મેં આગળનાં સર્કલે મારી બાઈકને યૂટર્ન અપાવ્યો અને પહોંચી ગયો આ
દ્રશ્યને હંમેશ માટે કેદ કરી લેવા.
મેં મારું પર્સ બહાર કાઢ્યું
અને અંદર જે કઈં પરચુરણ હતું, તે બધુ આપી દીધું, (જરૂર કરતા માણસને વધારે
આપો અથવા તેની મનગમતી એક ઈચ્છા પૂરી કરો, એટલે તેની અપેક્ષાઓ વધી જાય, એ
હિસાબે મે વધારે દાનવીર બનવાનો કે બતાવાનો પ્રયત્ન ન કર્યો, ભગવાને મારી પણ
ઘણી ઈચ્છાઓ પૂરી કરી છે અને એક પૂરી થાય ત્યારે બીજી તેનાથી ચઢિયાતી ઊભી
થઈ જાય, તેવો મારો વ્યક્તિગત અનુભવ છે).
પણ તેમને જે કઈ મારાથી આપી શકાયું
તે કોઈ ભીખ નહોંતી, તેમની આ તસવીર મેં મારા મોબાઈલમાં કેપ્ચર કરી, તેનું એ
મહેનતાણું, ફી, ચાર્જ કે જે કઈ કહો તે હતું. છોડો, મૂળ મુદ્દાની વાત એ હતી
કે મારી નજરે આ દ્રશ્ય જોયા પછી મારા મનમાં એક પ્રશ્ન હમેશા ઊભો થતો આવ્યો
છે, એ જ કે હાથ જોડીને બેઠેલું આ દ્રશ્ય ખાલી મારી નજર સામે જ આવે છે કે
નારી સંરક્ષણની વાતો કરતાં, નારી શક્તિની વાતો કરતાં, 'નારી તું
નારાયણી'નું ભાષણ કરતાં, નારી ઉપર મટમોટા લેખો લખતાં, નારી ઉપર જ્ઞાનનું
ભાથું પીરસતા તે તમામ જ્ઞાની મહાપંડિતોની નજર સામે પણ આવતું હશે?
જ્યારે મે તેમના હાથમાં પરચુરણનો ઢગલો કરી દીધો, ત્યારે તેમના મોઢેથી
નીકળેલા શબ્દો કઇંક આવા હતા, "દીકરા, ખુબ કમાતો થા, ખુબ આગળ વધ". મેં
પૂછ્યું, "કેમ તમે રોજ અહીં હાથ જોડીને બેઠા રહો છો?" તેમનો જવાબ હતો, "શું
કરું, આ હાથ દાજી ગયા છે જો, અત્યારે તેની સારવાર ચાલી રહીં છે, મને જે કઈ
મળે છે તેમાંથી તેનો ખર્ચ નીકાળું છું"
બસ, પછી આનાથી વધારે આગળ મારાથી કઈ
સાંભળી પણ ન શકાયું કે જોઈ પણ ન શકાયું. મેં મારી બાઇકને ફરી યુટર્ન આપ્યો
અને મારી ઑફિસ તરફ આગળ વધી ગયો. શક્તિનું આ લાચાર દ્રશ્ય હવે મારી પાછળ
છૂટી ગયું છે. આગળ જતા જો મારી નજર ફરી કોઈને મદદરૂપ બનવા માટે સક્ષમ બનશે,
તો ફરી હું મારી બાઇકને યુટર્ન અપાવીશ." આભાર મિત્રો..
લિ. અંકિત એમ. પંડ્યા
સમુદ્ર મંથન - રત્ન 41
લિ. અંકિત એમ. પંડ્યા
સમુદ્ર મંથન - રત્ન 41

really heart touching incident
ReplyDeleteThanks dear, for read this article
ReplyDelete