'મેરા ભારત મહાન', વધારો કરો તો રૂપિયામાં અને ઘટાડો કરો તો પૈસામાં? વાહ રે સરકાર, વાહ..
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં હવે ક્રૂડ ઑઇલ મોંઘું નથી લાગતું? કે પછી અચાનક સસ્તું થઈ ગયું? બાકી છે તો ખરેખર ગ્રેટ હા.. સવારે સ્કૂટર લઈને નીકળેલી, 'મધ્યમ વર્ગ' (જેને સરકાર ભુલી ગઈ છે)માંથી આવતા ઘરના વડીલ કહો, કે જવાબદારી જેમના માથે હોય તે વ્યક્તિ, હવે માત્ર એક જ કામ વધારાનું કરે છે, ગરીબને પીસાતો જોવાનું અને અમીરને જલ્સા કરતો જોવાનું..
સરકાર જ્યારે પણ ઈંધણના ભાવ વધારે, ત્યારે ધ્યાનમાં માત્ર ધનિક લોકો જ હોય છે, (વિચારતી હશે કે કેટલું કમાય છે મારા બેટા, ઘરમાં 4 સભ્યો અને ચારેયની 4 કાર, વધારો પેટ્રોલ ભાવ, ઠોકો-ઠોકો), પણ બીચારા પેલા સ્કૂટર લઈને નીકળેલા પિતા, પતિ, દીકરો, કાકા કે ભાઈ જે કહો તે જવાબદવાર વ્યક્તિએ શું બગાડ્યું તો તેને નજર અંદાજ કરવાનો ભાઈ? પણ હાં, જ્યારે ઘટાડવાનો સમય આવે ત્યારે ચોક્કસ તેમની યાદ આવે, એટલે 'બીચારો આમ આદમી'.
શું આ રીતે આપણે પોતાને મહાન ગણીએ છીએ? શું આ રીતે આપણે આપણી સંસ્કૃતિને મહાન ગણીએ છીએ? શું ખરેખર આ આપણું સ્વતંત્ર અને લોકતાંત્રિક ભારત છે.
લિ. અંકિત પંડ્યા
સમુદ્ર મંથન - રત્ન 40
લિ. અંકિત પંડ્યા
સમુદ્ર મંથન - રત્ન 40

No comments:
Post a Comment