આર્ટીકલ અને પોસ્ટ :-

Thursday, 31 January 2013

આંખો જુએ છે રસ્તા

આંખો જુએ છે રસ્તા, જ્યાં-જ્યાં એના પગ પડતા
માટી પણ મારતી ઊછાળાં, ત્યાં-ત્યાં તેના ઢગ પડતા

એના અણસારે તો ગામમાં ડમરીઓ ઊડતી
વાવાઝોડાને પણ વળવું પડતું, જ્યાં જ્યાં એ પાછી ફરતી
આંખો જુએ છે રસ્તા, જ્યાં-જ્યાં એના પગ પડતા
માટી પણ મારતી ઊછાળાં, ત્યાં-ત્યાં તેના ઢગ પડતા..

પડતો એનો એક પગ, ત્યાં તળાવો પણ છલકાઈ જતા
હવાને પણ દિશા બદલવી પડતી, જ્યાં-જ્યાં નયન મલકાઈ જતા
આંખો જુએ છે રસ્તા, જ્યાં-જ્યાં એના પગ પડતા
માટી પણ મારતી ઊછાળાં, ત્યાં-ત્યાં તેના ઢગ પડતા..

ગાયો પણ ચારો છોડી, હોંકારો કરતી
છાણા પણ જાણે ખરી પડતા, ને ધ્રૂજી ઉઠતી ધરતી..
આંખો જુએ છે રસ્તા, જ્યાં-જ્યાં એના પગ પડતા
માટી પણ મારતી ઊછાળાં, ત્યાં-ત્યાં તેના ઢગ પડતા.. - અંકિત એમ. પંડ્યા

સમુદ્ર મંથન - રત્ન 24

No comments:

Post a Comment