આર્ટીકલ અને પોસ્ટ :-

Thursday, 31 January 2013

કોની રાહમાં જીવે છે તું

કોની રાહમાં જીવે છે તું, સમયની પરવાહ ન કર
ક્ષણ-ક્ષણ બદલાતો ફર, દુનિયાની તું ફિકર ન કર

બેવફાઈના અહીં વર્ષોથી ગુંચવાયેલા છે દાખલા
જવાબની પણ અહીં કોને છે ખબર
લોગ રિપોર્ટ પણ નથી, કે નથી ગાઈડ કે રેફ્રેન્સ
શુન્યની આગળ ક્યારેય વધ્યુ છે, કોઈનું કેલ્ક્યૂલેટર
કોની રાહમાં જીવે છે તું, સમયની પરવાહ ન કર
ક્ષણ-ક્ષણ બદલાતો ફર, દુનિયાની તું ફિકર ન કર..

દેખાડાનાં દેવામાં ડૂબ્યા છે લોકોના પાકા સરવૈયા
હવે ક્યાંથી હોય રોકડ હાથ પર
બાકી આગળ હમેશા ખેચવી પડે છે દોસ્ત
નફા-નુકસાનના ખાતામાં પણ અહીં કોની છે નજર
કોની રાહમાં જીવે છે તું, સમયની પરવાહ ન કર
ક્ષણ-ક્ષણ બદલાતો ફર, દુનિયાની તું ફિકર ન કર..

ઘસારામાં ચાલી રહ્યાં છે વર્ષો જૂનાં સંબંધો
હજુ બાદ કરવાનો બાકી છે સુધારાનો દર
ખાતા બધા બાકી છે અને સમય ઘણો ઓછો
સહેલા છે તારા પ્રશ્નો અને અઘરું છે એક-એક પેપર
કોની રાહમાં જીવે છે તું, સમયની પરવાહ ન કર
ક્ષણ-ક્ષણ બદલાતો ફર, દુનિયાની તું ફિકર ન કર..

સમજ તારી ઓછી છે અને વ્યહવારો બધા બાકી
જમાબાકીનો પણ હજું ઉધાર પડ્યો છે ઉત્તર
રીત કઈ વાપરીશ, એ પણ હજું વિચારવાનું બાકી
એન્ટ્રીઓ પણ પાડવાની હજું બાકી છે પદ્ધતી સર
કોની રાહમાં જીવે છે તું, સમયની પરવાહ ન કર
ક્ષણ-ક્ષણ બદલાતો ફર, દુનિયાની તું ફિકર ન કર... - અંકિત એમ. પંડ્યા

સમુદ્ર મંથન - રત્ન 23

No comments:

Post a Comment