આર્ટીકલ અને પોસ્ટ :-

Thursday, 31 January 2013

ફેસબુકની તો ફ્રેન્ડશીપ

ગઝલને પણ અહીં ગીત થવું ગમે, પઝલને પણ પ્રીત થવું ગમે
ફેસબુકની તો ફ્રેન્ડશીપ જ એવી છે દોસ્ત
અહીં પારકાને પણ પોતાના થવું ગમે..
ગઝલને પણ અહીં ગીત થવું ગમે..

અહીં દર્દ છે, અહીં દવા છે, અહીં હેકર્સની પણ થોડી હવા છે
અહીં હુસ્ન છે, અહીં જશ્ન છે, અહીં યૂઝર્સની પણ થોડા જવા છે
ફેસબુકની તો ફ્રેન્ડશીપ જ એવી છે દોસ્ત
ગઝલને પણ અહીં ગીત થવું ગમે..

અહીં પસંદ છે, અહીં પ્રશ્ન છે, અહીં ફોલોઅર્સની પણ ફોજ છે
અહીં ગૃપ છે, અહીં ગપસપ છે, અહીં માયુસીને પણ મોજ છે..
ફેસબુકની તો ફ્રેન્ડશીપ જ એવી છે દોસ્ત
ગઝલને પણ અહીં ગીત થવું ગમે..

અહીં જોડિયો છે, અહીં બેડિયો છે, અહીં વ્યૂઅર્સ પણ થોડા વાયડા છે
અહીં સંદેશા છે, અહીં અંદેશા છે, અહીં વડીલોના પણ થોડા છાયડા છે
ફેસબુકની તો ફ્રેન્ડશીપ જ એવી છે દોસ્ત
ગઝલને પણ અહીં ગીત થવું ગમે..

અહીં પ્રોફાઈલ છે, અહીં મોબાઇલ છે, અહીં ફીચર્સ પણ બધા મસ્ત છે
અહીં ભેટ છે, અહીં ચેટ છે, અહીં જાહેરાતો પણ જબરદસ્ત છે
ફેસબુકની તો ફ્રેન્ડશીપ જ એવી છે દોસ્ત
ગઝલને પણ અહીં ગીત થવું ગમે..

અહીં વૉલ છે, અહીં પૉલ છે, અહીં દુનિયાભરનાં ઝોન છે
અહીં પેજીશ છે, અહીં ફેસીસ છે, અહીં દરેક ડરપોક ડોન છે
ફેસબુકની તો ફ્રેન્ડશીપ જ એવી છે દોસ્ત
ગઝલને પણ અહીં ગીત થવું ગમે.. - અંકિત એમ. પંડ્યા

સમુદ્ર મંથન - રત્ન 22

No comments:

Post a Comment