જન્મ આપનાર એ જનેતાને હવે કોણ પૂછે છે
પગલાં આપનાર એ પિતાને હવે કોણ પૂજે છે
જાય છે જિન્દગી આમને આમ..
સુખના સ્વપ્નમાં દુઃખના દિવસો હવે કોણ પૂછે છે..
પાણીતો મીઠું આજે પણ મારા કાઠિયાવાડમાં
ધાવણ આપનાર એ જનેતાને હવે કોણ પૂછે છે
છીનવી તો લીધું મા-બાપનું બધું પળવારમા
અભાગ્યા અનાથના ખબર પમ હવે કોણ પૂછે છે..
જન્મ આપનાર એ જનેતાને હવે કોણ પૂછે છે..
માન્ડવા તારા બંધાવ્યા, રસ્તા તારા શણગાર્યા
ખાટલે પડેલાને આજે કોણ પૂછે છે
વટના વરરાજા બનાયા, આજે તો વૃદ્ધાશ્રમ પણ છલકાયા
ભટકેલા મુસાફરને મારગ હવે કોણ પૂછે છે..
જન્મ આપનાર એ જનેતાને હવે કોણ પૂછે છે..
સમય છે, સાચવી લેજો જરા આ સંસારમાં
સુનામીના વાયરાને ઠેકાણું હવે કોણ પૂછે છે
ભુકંપના આંચકા ખાવા જેવા પણ નહીં રહેવાય
ખંડેર બની ગયેલાના ભાવ હવે કોણ પૂછે છે..
જન્મ આપનાર એ જનેતાને હવે કોણ પૂછે છે..
શ્રવણ બનવું તો તારી કિસ્મતમાં જ નથી
કાવડ લઈને તીરથ જવાનું તને કોણ પૂછે છે
એક ઘરનો ભાર તો ઉપાડી નથી શકાતો
મા-બાપના ભાર વિષે પણ હવે તને કોણ પૂછે છે
જન્મ આપનાર એ જનેતાને હવે કોણ પૂછે છે.. - અંકિત એમ. પંડ્યા
સમુદ્ર મંથન - રત્ન 21
પગલાં આપનાર એ પિતાને હવે કોણ પૂજે છે
જાય છે જિન્દગી આમને આમ..
સુખના સ્વપ્નમાં દુઃખના દિવસો હવે કોણ પૂછે છે..
પાણીતો મીઠું આજે પણ મારા કાઠિયાવાડમાં
ધાવણ આપનાર એ જનેતાને હવે કોણ પૂછે છે
છીનવી તો લીધું મા-બાપનું બધું પળવારમા
અભાગ્યા અનાથના ખબર પમ હવે કોણ પૂછે છે..
જન્મ આપનાર એ જનેતાને હવે કોણ પૂછે છે..
માન્ડવા તારા બંધાવ્યા, રસ્તા તારા શણગાર્યા
ખાટલે પડેલાને આજે કોણ પૂછે છે
વટના વરરાજા બનાયા, આજે તો વૃદ્ધાશ્રમ પણ છલકાયા
ભટકેલા મુસાફરને મારગ હવે કોણ પૂછે છે..
જન્મ આપનાર એ જનેતાને હવે કોણ પૂછે છે..
સમય છે, સાચવી લેજો જરા આ સંસારમાં
સુનામીના વાયરાને ઠેકાણું હવે કોણ પૂછે છે
ભુકંપના આંચકા ખાવા જેવા પણ નહીં રહેવાય
ખંડેર બની ગયેલાના ભાવ હવે કોણ પૂછે છે..
જન્મ આપનાર એ જનેતાને હવે કોણ પૂછે છે..
શ્રવણ બનવું તો તારી કિસ્મતમાં જ નથી
કાવડ લઈને તીરથ જવાનું તને કોણ પૂછે છે
એક ઘરનો ભાર તો ઉપાડી નથી શકાતો
મા-બાપના ભાર વિષે પણ હવે તને કોણ પૂછે છે
જન્મ આપનાર એ જનેતાને હવે કોણ પૂછે છે.. - અંકિત એમ. પંડ્યા
સમુદ્ર મંથન - રત્ન 21

No comments:
Post a Comment