જિન્દગી છે, ભાઈ, અહીં કોણ કોને જુએ છે
રાખે છે માત્ર સંબંધો, પોતાના અહીં કોણ ગણે છે
સાથની અપેક્ષાઓ કેટલી
ખાલી ખીસ્સે મેળામાં જાવ તો કોણ પૂછે છે
અહીં કોણ કોને જુએ છે..
દિલના દરિયા તો લાખો જોયા, ખારા પાણી કોણ ભરે છે
તરસ્યાને તો દરિયો પણ મીઠો લાગે, નદીઓને કોણ જુએ છે
વટ પડે છે રજવાડાનો કાઠિયાવાડમાં
બીજે હવે ક્યાં પાણીના પરબો બંધાય છે
અહીં કોણ કોને જૂએ છે..
વખત પડે વાયરો, ક્યારેક વાવાઝોડું પણ બને છે
પોતાના ગણાતા પરીજન, હવે સામે જ પૈસા ગણે છે
લાગણીઓ તો હવે સાવ મૃગજળ જેવી
મફતમાં શિક્ષણ આપે, તોય ક્યાં હવે લોકો ભણે છે..
અહીં કોણ કોને જૂએ છે..
છત નહીં, છાયો નહીં, એ લોકો તો ફૂટપાથ ઉપર સૂવે છે
કોઈક આવીને રડાવી જાય, તો કોઈક આંશુઓ પણ લુવે છે
વિકાસની હોળમાં માનવ માનવતા ભૂલી ગયો
વાત કરો હવે થોડી વ્યાજબી, સાચે તો હવે કોણ કોને જુવે છે..
જિન્દગી છે ભાઈ, અહીં કોણ કોને જુએ છે.. - અંકિત એમ. પંડ્યા
સમુદ્ર મંથન - રત્ન 20

No comments:
Post a Comment