આર્ટીકલ અને પોસ્ટ :-

Thursday, 31 January 2013

આતંકની દુનિયા

આતંકની દુનિયા બની ગઈ અને મોતની જિન્દગી
દહેશતોનો ડર  આપતી ગઈ દેશમાં આ દરંદગી

અંધાધૂંધ ગોળિયો અને લાશોની હોળિયો
મરતાને મારતી ગઈ મરેલાઓનની મર્દાનગી

કસાબની દુનિયા બની ગઈ અને ભારતની શર્મિંદગી
'26'ના આંકડે અટકી ગઈ આતંકની પસંદગી

આગની અગન જ્વાળાઓ અને ચીસો-બૂમ-બરાડાઓ
બળતામાં ઘી હોમતી ગઈ, બુઝદિલોની મોજુદગી

આતંકની દુનિયા બની ગઈ અને મોતની જિન્દગી
દહેશતોનો ડર  આપતી ગઈ દેશમાં આ દરંદગી - અંકિત એમ. પંડ્યા

સમુદ્ર મંથન - રત્ન 25

No comments:

Post a Comment