આ રાતના અંધકારમાં, હું કોઈને યાદ કરું છું
કઇંક કહેવા જતા, કઇંક બાદ કરું છું
નથી શબ્દ કે નથી કોઈ સંદેશો પહોંચતો
માત્ર મોબાઈલની સ્વિચ દબાવીને સાદ કરું છું
આ રાતના અંધકારમાં, હું કોઈને યાદ કરું છું..
છૂ દૂર ઘણો તેનાથી, છતાં ક્ષણે-ક્ષણે બાથ ભરું છું
તેના એક અવાજને સાંભળવા, આકાશમાં તારો બની ખરું છું

દરેક ક્ષણે નજીક તેનાથી, છતાં દૂર-દૂર આજે ફરું છું
તેના એક આંસુને ન દઉ પડવા, આંખોમાં એની માછલી બની તરું છું

રમણીય વાતાવરણમાં દૂર તેનાથી, છતાં રોજરોજના વિયોગે ડરું છું
તેના એક સ્પર્શને પામવા, વરસાદનું ટીંપું બની મરું છું
આ રાતના અંધકારમાં, હું કોઈને યાદ કરું છું.. - અંકિત એમ. પંડ્યા
સમુદ્ર મંથન - રત્ન 26

No comments:
Post a Comment