આર્ટીકલ અને પોસ્ટ :-

Thursday, 31 January 2013

દાનપેટી

મારે તો લેવાનો રૂપિયો
તમારી પૂરી કમાણી નથી લેવાની
હશે જો ભરોસો મારા પર
તો મારી દાનત ખરાબ નથી થવાની
મારે તો લેવાનો રૂપિયો..

જો દાનત હશે તમને આપવાની
તો એ પાછી ચોક્કસ મળવાની
તમારી શ્રદ્ધાની કસોટી હું કરવાની
મારે તો આદત આવુ જ કહેવાનીટ
મારે તો લેવાનો રૂપિયો..

તમને શ્રદ્ધા હશે ભલે કઈંક આપવાની
પણ હું જબરદસ્તી નથી કઈ માંગવાની
આ પંક્તિઓ વાંચવા તો આવશો ને?
મારી આંખો તમારી રાહ જોવાની..
મારે તો લેવાનો રૂપિયો..

આ પંક્તિઓ નથી ખાલી વાંચવાની
જરૂર છે અહીં અર્થ સમજવાની
અર્થ ન સમજાય તોય કશો વાંધો નહીં
મારી તો આશા, તમારા સુખી થવાની
મારે તો લેવાનો રૂપિયો.. - અંકિત એમ. પંડ્યા

સમુદ્ર મંથન - રત્ન 9

No comments:

Post a Comment