ઝંખનાઓનાં ઝરણાં તો શાંત હોવા જોઈએ
કોતરોમાંથી નીકળતા પણ શીતળ હોવા જોઈએ..
સહસ્ત્ર ધારા હોય કે પછી હોય જોગનો ધોધ
ઊંચેથી પડતાં પાણી, અંતે તો ભૂ-જળ હોવા જોઈએ
ઝંખનાઓનાં ઝરણાં તો શાંત હોવા જોઈએ
કોતરોમાંથી નીકળતા પણ શીતળ હોવા જોઈએ..
મનુષ્યોનાં મુંઝવણભર્યા સ્વભાવનો ઉકેલ ક્યાં જડે
સાચા જવાબોના અર્થ પણ સીધા-સરળ હોવા જોઈએ
ખુટી રહ્યો છે આત્મસંતોષ અને જોમ-જૂસ્સો
શાંતીભર્યા જીવનમાં પણ થોડા વમળ હોવા જોઈએ
ઝંખનાઓનાં ઝરણાં તો શાંત હોવા જોઈએ
કોતરોમાંથી નીકળતા પણ શીતળ હોવા જોઈએ..
છૂટા પડી રહ્યાં છે પરિવાર, લાગણીઓ ક્યાં જોવા મળે
સંબંધોની તિરાડ વચ્ચે પણ હ્રદય કોમળ હોવા જોઈએ
કહેવું પડે છે જ્યારે, ત્યારે જ બધા મળે છે
પ્રેમનું ઝરણું હમેશા નિખાલસ અને નિર્મળ હોવું જોઈએ..
ઝંખનાઓનાં ઝરણાં તો શાંત હોવા જોઈએ
કોતરોમાંથી નીકળતા પણ શીતળ હોવા જોઈએ.. - અંકિત એમ. પંડ્યા
સમુદ્ર મંથન - રત્ન 10

No comments:
Post a Comment