પ્રેમની ક્યાં હું વાત કરું છું, દર્દની તો હજું કોઈ દસ્તક નથી
પાપા પગલી માંડી'તી આતો, હૈયું હજું કોઈના હસ્તક નથી..
પ્રેમની ક્યાં હું વાત કરું છું..
ખાલી પડ્યાં છે ખોરડાં, અને ખુલ્લા પડ્યા છે દોરડાં
સંબંધોમાં બંધાવું છે આ તો ખંભે હજું કોઈનું મસ્તક નથી..
પ્રેમની ક્યાં હું વાત કરું છું..
ખાલી કર્યા છે પારણાં, અને ખુલ્લા પડ્યા છે બારણાં
સ્નેહનો પાઠ વાંચવો'તો આતો, હાથમાં હજું કોઈ પુસ્તક નથી
પ્રેમની ક્યાં હું વાત કરું છું.. - અંકિત એમ. પંડ્યા
સમુદ્ર મંથન - રત્ન 17

No comments:
Post a Comment