દર્દ હતું એની દુઆમાં, આંસુ હતા બસ આંખમાં
અરમાનોને આપી અગ્નીસંસ્કાર, ભળી ગઈ એ રાખમાં
પોતાનો જાણી એ તો પીગળતી રહી
લોકો બાળતા રહ્યાં અને તે બળતી રહીં
વિરહની અગનજ્વાળામાં, ખુશીઓ પણ મળી ગઈ ખાખમાં
દર્દ હતું એની દુઆમાં, આંસું હતા બસ આંખમાં
ભરબજારે ભાવનાઓને ભળકે બાળી
ભષ્મને પણ દેતો રહ્યો હાથ તાળી
દુનિયાભરની ઉધારીમાં, થોડી છૂટ મળી ગઈ શાખમાં

રડતાં-રડતાં પણ એ હરખાતી રહી
હવસને હેતનો હવન સમજી બસ હોમાતી રહી
આહુતીઓ પડતી રહી આગમાં અને આગ લાગી પાંખમાં

ન પરવાહ કરી જમાનાની, ન ડર રહ્યો બદનામીનો
લૂંટાતી રહીં, અંદાજો પણ નહોંતો એને સુનામીનો
સુખ બધા હજારોમાં અને દુઃખનો એક ડુંગર પડ્યો લાખમાં
દર્દ હતું એની દુઆમાં, આંસું હતાં બસ આંખમાં.. - અંકિત એમ. પંડ્યા
સમુદ્ર મંથન - રત્ન 18

No comments:
Post a Comment