આર્ટીકલ અને પોસ્ટ :-

Thursday, 31 January 2013

વાદળ થઈને વરસી જાવ, તો કેટલું સારું

વાદળ થઈને વરસી જાવ, તો કેટલું સારું
તરસ છીપાવી તરસી જાવ, તો કેટલું સારું
નથી પરવાહ મને પૂરવઠાની..
અનરાધાર વરસી જાવ, તો કેટલું સારું
વાદળ થઈને વરસી જાવ, તો કેટલું સારું..

મનુષ્યને જરૂર એક ચોરસ ફૂટ માટીની
બે ચોરસ ફૂટ વધી જાવ, તો કેટલું સારું
નથી પરવાહ મને ખજાનાની..
ભરપૂર લૂંટાઈ જાવ, તો કેટલું સારું
વાદળ થઈને વરસી જાવ, તો કેટલું સારું..

થાય જ્યારે પણ જેને ભૂખનો અનુભવ
ભરપેટ જમાડી દઉ તો કેટલું સારું
નથી પરવાહ મને ભંડારની
ભારોભાર ઉગી જાવ, તો કેટલું સારું
વાદળ થઈને વરસી જાવ, તો કેટલું સારું..

રમુજ..
આવશે એક દિવસ મારા પણ વિવાહનો..
અત્યારથી ચેતી જાવ તો કેટલું સારું
નથી પરવાહ મને સમાજની..
બારોબાર પતાવી દઉ, તો કેટલું સારું..  - અંકિત એમ. પંડ્યા

સમુદ્ર મંથન - રત્ન 16

No comments:

Post a Comment