બંધ બેસે એવા, આજે કોઈ શબ્દો નથી મળતા
મનાવે કોઈ મને, હવે એવું આવડતું નથી રડતા
આસુંઓને આવે તો વર્ષો વીતી ગયા હશે
આવે તો પણ શું, આજે લુંછનારા પણ નથી જડતા
બંધ બેસે એવા, આજે કોઈ શબ્દો નથી મળતા..
એકબીજાને સમજે, એવા સંબંધો પણ નથી ઢળતા
ઈગોને સાચવી રાખવા, આજે કોણ નથી લડતા
હાર્યો જ્યારે-જ્યારે હું, ત્યારે કેટલાય જીતી ગયા હશે
અફશોસ માત્ર એટલો, હારનું દુઃખ પુછનારા પણ નથી મળતા
બંધ બેસે એવા, આજે કોઈ શબ્દો નથી મળતા..
વીતી ગયા એ વર્ષો, જે ક્યારેય પાછા નથી વળતા
હતો એક સમય એવો, જ્યારે રોજ મળતા-હળતા
તૂટ્યો જ્યારે-જ્યારે હું, ત્યારે કેટલાય જોડાઈ ગયા હશે
આપવીતિ કહેવા સારું, હવે કોઈ સાંભળનારા પણ નથી મળતા
બંધ બેસે એવા, આજે કોઈ શબ્દો નથી મળતા..
પાપ નડતા હશે કેટલા, પુણ્ય તો એક પણ નથી ફળતા
સારા વ્યક્તિત્વનો મને વસવસો, જે વિધાતા પોતે પણ નથી ઘડતા
છેતરાયો જ્યારે-જ્યારે હું, ત્યારે કેટલાય લૂંટી ગયા હશે
રંગોની ક્યાં વાત કરું દોસ્ત, મને તો આકાર આપનારા પણ નથી મળતા
બંધ બેસે એવા, આજે કોઈ શબ્દો નથી મળતા.. - અંકિત એમ. પંડ્યા
સમુદ્ર મંથન - રત્ન 15

No comments:
Post a Comment