આર્ટીકલ અને પોસ્ટ :-

Thursday, 31 January 2013

'હાર્ટબ્લોકિંગ' પદ્ધતિ

તારી 'હાર્ટબ્લોકિંગ' પદ્ધતિને આજે નજરે જોઈ
બે ક્ષણની તારી દુશ્મનાવટ આજે 'લાઇક' કરું છું

મારી લે ઉછાળા, ક્યાંક તને ઉછાળતું હશે કોઈક
આજીવન આ પારકી પતાવટ આજે 'શેર' કરું છું

'દિવાલો'ની વચ્ચે આમ સંતાઈ-સંતાઈને રહેવું
પણ તને હું શોધું જ કેમ? હું તો જાહેરમાં જ 'પોક' કરું છું

જાણીતું રાખી મૌન, આમ અજાણ થઈને કહેવું
પણ, નથી મને પ્રેમ, હું તો ખાનગીમાં જ 'કમેન્ટ' કરું છું

તારી 'હાર્ટબ્લોકિંગ' પદ્ધતિને આજે નજરે જોઈ
બે ક્ષણની તારી દુશ્મનાવટ આજે 'લાઇક' કરું છું - અંકિત એમ. પંડ્યા

સમુદ્ર મંથન - રત્ન 14

No comments:

Post a Comment