આર્ટીકલ અને પોસ્ટ :-

Thursday, 31 January 2013

દિલની વાતને કેવી રીતે દબાવી રાખવી..

બળાત્કાર સામેના વિરોધ પ્રદર્શનો વચ્ચે, ક્યાંક તેમની સારવાર પર ધ્યાન આપવાનું ભૂલી ગયા?

આક્રોશ, દિવસે-દિવસે વધતા જતા બળાત્કારના ગુન્હાઓ અને ગુન્હેગારો સામે હતો, પણ જેમ તોફાન એક દિશા બાજુ ફૂંકાય અને પાછળ તમામ વસ્તુઓને અસ્ત-વ્યસ્ત કરી નાંખે, કઇંક એવું જ અહીં બન્યું..

અત્યાધુનિક મેડિકલ ટેક્નોલોજીથી સજ્જ, ભારતનું કોઈ મેડિકલ ડિપાર્ટમેન્ટ પણ તેનો જીવ બચાવી ન શક્યું, તેનું દુઃખ રહેશે. તેમ છતાં, એ જાણીને ગર્વ થાય, કે ભારતનો નાગરીક ખુબ જ જવાબદાર, ભાવનાશીલ અને ન્યાય માટે પોતાનો જીવ જોખમમાં મૂકવા તત્પર રહે છે, અત્યારે પણ તે શાંત છે.
એ સામી છાતીએ વિરોધ પ્રદર્શનોમાં જોડાયો અને ક્યાંક તે પણ હોમાયો.. દુઃખ તો ત્યારે થાય છે, જ્યારે કેટલાક રક્ષકો(જેમણે સુરક્ષા વ્યવસ્થાનાં નામે આંખે પાટા બાંધી, અંધાધુંધ લાઠીઓ વર્ષાવી, માત્ર તે અને તે જ)એ જેમની રક્ષા કરવાના સોગંદ લીધા હતા, તેઓ જ તેમની ઉપર જ આ રીતે તૂટી પડે..

તેમના ચહેરા પર તેનું દુઃખ હોત, તો કંઇક ઠીક હતું, પણ આવા હાવભાવ તો આવી જ કેવી રીતે શકે! આ જે કઈ બન્યું કે બની રહ્યું છે, તે બધુ જ માત્ર પેલા નરાધમોનાં કારણે.. તેમની બે ઘડીની હવસ સંતોષાઈ ગઈ અને હવસનો ભોગ બનનાર મુર્જાઈ ગઈ!

શરમ આવે છે, જેની ઉપર બળાત્કાર થયો તેનો જીવ ગયો અને તેના ગુન્હેગારો હજુ જીવે છે.. વાહ, ખરેખર ધન્યવાદ આપવા જોઈએ આપણી આવી કાયદા-વ્યવસ્થાને.. અહીં માણસના જીવ કરતા કાયદા-વ્યવસ્થા મોટી છે!!

પ્રજાને શાંતી રાખવાના સંદેશાઓ તો આપી દીધા, કદાચ હવે તેમને શાંતી થઈ હશે!! બોલ્યું-ચાલ્યું માફ કરશો, દિલની વાતને દબાવી ન શક્યો..

ભુલી ગયો હતો કે..
- ખરાબ બોલવું નહીં, ખરાબ સાંભળવું નહીં અને ખરાબ જોવું નહીં.. તો શું મુંગા મોઢે જે થતું હોય, તે થવા દેવું?!! - અંકિત પંડ્યા

God gives peace of her soul..
- Please give respect and protect women..(By ♥ Sorry)

લિ. અંકિત એમ. પંડ્યા

સમુદ્ર મંથન - રત્ન 34

No comments:

Post a Comment