આર્ટીકલ અને પોસ્ટ :-

Thursday, 31 January 2013

બોલ્યું-ચાલ્યું માફ કરશો..!!

ગુજરાતમાં આવીને રાજકુમાર બોલ્યા - કોઈ એક વ્યક્તિ રાજ્ય ચલાવતો નથી(બરોબર), અને ચલાવી પણ ન શકે(એ પણ બરોબર).. 'આમ આદમી'(જે હવે યાદ આવ્યો) રાજ્ય ચલાવે છે..

આમ આદમીનો જવાબઃ કોઈ પણ પ્રજાને આગળ વધવા માટે એક રાજાની જરૂર હોય.. એક લીડરની જરૂર હોય.. રાજા વગરની પ્રજા, ઘેટાબકરાનાં ટોળા જેવી હોય છે(આ વાત નાના બાળકને પણ ખબર પડે હો)..

 ગાંડરિયો પ્રવાહ, જેમ એકની પાછળ એક ધસી જાય(પછી ભલે ને ખાડામાં જાય).. એટલે પ્રજાને એક મજબુત અને બોલે તેવો(ખાસ ઉલ્લેખ બોલે તેવો..માણસ 'મૌન' બે સંજોગોમાં હોય, કાં તો તેને બઉ બધું આવડે છે, કાં તો તેને કઈ નથી આવડતું)રાજા જોઈએ.

'જાજા હાથ રડિયામણા' એ વાત બરોબર, પણ એકથી વધારે રસોઈયા રસોઈ બગાડે, એવી વાત છે. વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ, અમેરિકા ઓબામાના ઈશારે ચાલે છે(કામ કરે તે નજરે ચઢે).. આવજો ત્યારે..!!

લિ. અંકિત એમ. પંડ્યા

સમુદ્ર મંથન - રત્ન 35

No comments:

Post a Comment