આર્ટીકલ અને પોસ્ટ :-

Thursday, 31 January 2013

પ્રણયની રાત

સાંભળો,  તો આ કઇંક ખાસ વાત છે
બે પ્રેમી પંખીડાઓની આ પ્રણયની રાત છે

બન્ને એકબીજાના ખોળામાં સૂતા છે
એકની આંખોમાં નિર્દોષતા,
તો બીજાની આંખોમાં માસુમતા છે
આકાશ જોઈને શરૂ થઈ વાતો,
જોને, પેલા તારા કેવા ટમટમતા છે..

સાંભળો,  તો આ કઇંક ખાસ વાત છે
બે પ્રેમી પંખીડાઓની આ પ્રણયની રાત છે

પ્રેમીની આંખોમાં આંખો મીલાવી, કહે છે પ્રેમીકા
વ્હાલા, તને જોવું છું ને દિલમાં કઈંક-કઈંક થાય છે
પ્રેમીકાની એક મુશ્કૂરાહટ માટે કહે છે પ્રેમી
થાય જ ને ગાંડી, કેમ આચર-કુચર ખાય છે..

સાંભળો,  તો આ કઇંક ખાસ વાત છે
બે પ્રેમી પંખીડાઓની આ પ્રણયની રાત છે

અચાનક આકાશમાંથી ખરે છે તારો
જોઈને પ્રેમીકા હાથ જોડી, આંખો બંધ કરે છે
આ જોઈને પ્રેમી કહે છે
કેવું ને? ખરતા તારા પણ જીવનમાં ખુશીઓ ભરે છે

સાંભળો,  તો આ કઇંક ખાસ વાત છે
બે પ્રેમી પંખીડાઓની આ પ્રણયની રાત છે

આકાશનો ચન્દ્ર જોઈ, કહે છે પ્રેમી
એક ચાંદ આજે મારી પાસે પણ છે
વ્હાલાને સાંભળીને કહે છે પ્રેમીકા
આ ચાંદ તો તારી સાથે ભર અમાસે પણ છે

સાંભળો,  તો આ કઇંક ખાસ વાત છે
બે પ્રેમી પંખીડાઓની આ પ્રણયની રાત છે

જોતજોતામાં બન્ને વાતોમાં મગ્ન થાય છે
નથી રહેતું ભાન, ને રાત વીતી જાય છે
પંખીના મૂખમાંથી કલરવ રેલાય છે
સુરજની કિરણોથી પ્રકાશ ફેલાય છે
ફૂલોના ખીલવાથી વાયરો મહેકાય છે
પ્રેમી સામે જોઈ પ્રેમીકા શરમાય છે
આને જ તો પ્રેમીઓની, 'પ્રણયની રાત' કહેવાય છે..

સાંભળો,  તો આ કઇંક ખાસ વાત છે
બે પ્રેમી પંખીડાઓની આ પ્રણયની રાત છે.. - અંકિત એમ. પંડ્યા

સમુદ્ર મંથન - રત્ન 6

No comments:

Post a Comment