આર્ટીકલ અને પોસ્ટ :-

Thursday, 31 January 2013

પક્ષી ઊડી ગયું

માન્યું કે પક્ષી ઊડી ગયું
કે પવનથી ઈંડું ફૂટી ગયું
સમય પહેલા જ બહાર નીકળી ગયું
ગગન પંખીડું તૂટી ગયું..
માન્યું કે પક્ષી ઊડી ગયું
કે પવનથી ઈંડું ફૂટી ગયું..

છોડી દીધું ઘર તેણે
મળી ગયું સ્વપ્ન જેણે
હતું એને ઊડવું
પક્ષીઓ સાથે મળવું
હશે હવે છોડ
મનમાં ને મનમાં કેમ રડવું
માન્યું કે પક્ષી ઊડી ગયું
કે પવનથી ઈંડું ફૂટી ગયું..

પ્રેમ તે આપ્યો
પાણી તે આપ્યું
કહેવું હતું એને
તે નામ કેમ આપ્યું
ઓળખી લેશે લોક
પ્લીઝ ના તું રોક
માન્યું કે પક્ષી ઊડી ગયું
કે પવનથી ઈંડું ફૂટી ગયું.. - અંકિત એમ. પંડ્યા

સમુદ્ર મંથન - રત્ન 7

No comments:

Post a Comment