મરતી આંખે, અમને નહોંતી જોવી રાહ તમારી
જીવતા તો તમને નહોંતી આવી યાદ અમારી
ભલે કરે અગ્નિસંસ્કાર કે દફન કરે દેહ
ભસ્મને જોતી આંખો હોય કે ફૂલો ભર્યા હાથ
તમારા આત્માને પણ આવશે યાદ અમારી
મરતી આંખે, અમને નહોંતી જોવી રાહ તમારી
-ધુમધામથી થયા લગ્ન તમારા
અમારી જ અર્થી સામે નીકળી જાન તમારી
અહીંની અશુભ હોય કે ત્યાની શુભ
તમારી વિદાયને પણ આવશે યાદ અમારી
મરતી આંખે, અમને નહોંતી જોવી રાહ તમારી
ભળ-ભળ બળતો અગ્નિ, છતાં ભંજાતો આત્મા
અહીં જીવ નીકળ્યો, ત્યાં જાન નીકળી
અંતે તમારા આસુંઓને પણ આવી યાદ અમારી
'અંતે' હવે કેવી રીતે જોવી રાહ તમારી?
મરતી આંખે, અમને નહોંતી જોવી રાહ તમારી
જીવતા તો તમને નહોંતી આવી યાદ અમારી.. અંકિત એમ. પંડ્યા
સમુદ્ર મંથન - રત્ન 5
જીવતા તો તમને નહોંતી આવી યાદ અમારી
ભલે કરે અગ્નિસંસ્કાર કે દફન કરે દેહ
ભસ્મને જોતી આંખો હોય કે ફૂલો ભર્યા હાથ
તમારા આત્માને પણ આવશે યાદ અમારી
મરતી આંખે, અમને નહોંતી જોવી રાહ તમારી
-ધુમધામથી થયા લગ્ન તમારા
અમારી જ અર્થી સામે નીકળી જાન તમારી
અહીંની અશુભ હોય કે ત્યાની શુભ
તમારી વિદાયને પણ આવશે યાદ અમારી
મરતી આંખે, અમને નહોંતી જોવી રાહ તમારી
ભળ-ભળ બળતો અગ્નિ, છતાં ભંજાતો આત્મા
અહીં જીવ નીકળ્યો, ત્યાં જાન નીકળી
અંતે તમારા આસુંઓને પણ આવી યાદ અમારી
'અંતે' હવે કેવી રીતે જોવી રાહ તમારી?
મરતી આંખે, અમને નહોંતી જોવી રાહ તમારી
જીવતા તો તમને નહોંતી આવી યાદ અમારી.. અંકિત એમ. પંડ્યા
સમુદ્ર મંથન - રત્ન 5

No comments:
Post a Comment