આર્ટીકલ અને પોસ્ટ :-

Thursday, 31 January 2013

કાદવ-કીચડ

આપણે જ નાખીએ માટીમાં પાણી
અને કહીએ તેને કાદવ-કીચડ
છતાં પણ જુઓ તે કાદવની કોમળતા
એ કાદવ પણ આપે છે સ્વેત કમળ
આપણે જ નાખીએ માટીમાં પાણી..

જે મનુષ્યોને મળે છે આ જ કીચડમાંથી કમળ
એ જ મનુષ્ય જેવો મનુષ્ય,
શા માટે અન્ય મનુષ્યો પર ઉછાળતો હશે કીચડ
આપણે જ નાખીએ માટીમાં પાણી..

ભલે ઉછાળતો આ મનુષ્ય આજે કાદવ-કીચડ
છેવટે તો તેનું પણ ચરિત્ર બગાડશે,
તેણે જ ઉછાળેલા આ કાદવ-કીચડ
આપણે જ નાખીએ માટીમાં પાણી..

કીચડ એટલે એક પ્રકારની માટી
અને એ માટી પર જ મળે છે ચાલવાની સગવડ
તો પછી કોણ વધુ કોમળ..
મનુષ્ય? કે પછી મનુષ્યએ ઉછાળેલા કાદવ-કીચડ?
આપણે જ નાખીએ માટીમાં પાણી... - અંકિત એમ. પંડ્યા

સમુદ્ર મંથન - રત્ન 30

No comments:

Post a Comment