આર્ટીકલ અને પોસ્ટ :-

Thursday, 31 January 2013

એક નજરમાં એની નજર

એક નજરમાં એની નજર મળી જશે
વગર કહે, એને ખબર પડી જશે
મારી સ્થિતિની કલ્પના તે જ કરી શકે
જેને મારા સ્વપ્નની કબર જડી જશે
એક નજરમાં એની નજર મળી જશે..

વીતેલી વાત-વાતમાં, રાત વીતી જશે
આ વાતોમાં પણ કોઈની રાજનીતી હશે
હશે કોઈને વેર, મારા ઝેરભર્યા જીવનથી
એને કહેવા સારું, મારું જીવન નડી જશે
એક નજરમાં એની નજર મળી જશે..

વર્ષો જૂનાં પ્રેમમાં, વહેમ વર્તાઈ જશે
વહેમના વનમાં, એનું મન મુંઝાઈ જશે
આભ તૂટી પડશે મૂંઝવણભર્યા જીવનમાં
તેને પારકી પંચાત કરનારું કોઈ દુશ્મન મળી જશે
એક નજરમાં એની નજર મળી જશે..

પુનમના એ ચાંદની બધી કળાઓ ખીલી જશે
અને સુરજની પહેલી કિરણો બધી લીલી હશે
પ્રભાતે કોયલ ટહુંકશે, ને કરામત કરશે કુદરત
શેને માટે કરેલી, મારી ઈચ્છાઓ ફળી જશે
એક નજરમાં એની નજર મળી જશે.. - અંકિત એમ. પંડ્યા.

સમુદ્ર મંથન - રત્ન 31

No comments:

Post a Comment