તોફાન પહેલાની શાંતિ જોઈ, કશ્તીને પણ વળવું પડે છે,
ગમતી વ્યક્તિને હસતી જોઈ, રડતાને પણ હસવું પડે છે,
છૂપાવવી પડે છે ખરી લાગણીઓને,
રડતી આંખોને રમતી જોઈ, ખુશીના આંસુએ રડવું પડે છે..
તોફાન પહેલાની શાંતી જોઈ..
દરવખતની એ જ તેની ઈચ્છા, નમતાને પણ નમવું પડે છે,
દબાવી રાખવી પડે છે પસંદ, નગમાડતાને પણ ગમવું પડે છે,
જૂકાવવી પડે છે પાપણો આંખની,
ક્યાંક ઊભરાતી આંખો જોઈ, દિલને પણ ખાલી કરવું પડે છે..
તોફાન પહેલાની શાંતિ જોઈ..
ફરી બાજી મારતી જિન્દગી, ન ઈચ્છતા પણ રમવું પડે છે
કોઈ જીતે એવી રમત જોઈ, હારવા માટે પણ જીતવું પડે છે
ગૂમાવવી પડે છે બધી આશાઓને,
કોઈને ખુશીથી જીવતા જોઈ, મરવા માટે પણ જીવવું પડે છે..
તોફાન પહેલાની શાંતિ જોઈ..
ખુલ્લા વિશાળ આકાશમાં, ક્યારેક એકલા પણ ઉડવું પડે છે
માળામાં બેઠાં પક્ષીઓ જોઈ, ઠોકર ખાવા પણ ચાલવું પડે છે
ડૂબાડવી પડે છે હવે કશ્તીઓને,
ક્યાંક તરી જતી લાઇફ જોઈ, ડૂબી જવા પણ તરવું પડે છે
તોફાન પહેલાની શાંતિ જોઈ.. - અંકિત એમ. પંડ્યા
સમુદ્રમંથન - રત્ન 2

No comments:
Post a Comment