મારી આશાઓને હું શબ્દો આપું છું
એ શબ્દોને પણ હું વાચા આપું છું
ખાલી હાથે આવ્યો તો ને ખાલી હાથે જ જઈશ
મારી જિન્દગીના વર્તુળને પણ હું ખાંચા આપું છું..
મારી આશાઓને હું શબ્દો આપું છું
એ શબ્દોને પણ હું વાચા આપું છું
લાગે છે સૌને કે હું છુપાવીને રાખું છું
નથી સમજતા કે હું નિશ્વાદને ચાખું છું
લાગણીઓને સમજવામાં ગમ ખાઈ જાવ છો
એટલે જ તો હું લાગણીઓને આસું આપું છું
મારી આશાઓને હું શબ્દો આપું છું
એ શબ્દોને પણ હું વાચા આપું છું..
ભણ્યો છું ઘણું, પમ સૌને અભણ લાગું છું
અભણ છતાં, જીવનના દરેક પન્ના વાંચુ છું
એ જિન્દગીમાં તો ભલભલા પણ ગોથું ખાય જાય
એટલે જ તો હું જિન્દગીને આકાર આપું છું
મારી આશાઓને હું શબ્દો આપું છું
એ શબ્દોને પણ હું વાચા આપું છું..
કહે છે અનુભવીઓ, હું અંધકારથી ભાગું છું
એ અંધકારને ચીરવા તો હું ભર ઊંઘમાં જાગું છું
એ લોકો તો અંજાવાળાથી પણ ડરે છે,
એટલે જ તો હું અંધકારને સોનેરી કિરણો આપું છું
મારી આશાઓને હું શબ્દો આપું છું
એ શબ્દોને પણ હું વાચા આપું છું..
બોલું છું જ્યારે, ત્યારે શબ્દ બની વાગું છું
એ શબ્દોને જીવંત રાખવા હું શક્તિ માંગુ છું
શબ્દશક્તિ સામે ભલભલા ડગી જાય
એટલે જ તો હું મારી આશાઓને શબ્દો આપું છું
મારી આશાઓને હું શબ્દો આપું છું
એ શબ્દોને પણ હું વાચા આપું છું.. - અંકિત એમ. પંડ્યા
સમુદ્રમંથન - રત્ન 1
એ શબ્દોને પણ હું વાચા આપું છું
ખાલી હાથે આવ્યો તો ને ખાલી હાથે જ જઈશ
મારી જિન્દગીના વર્તુળને પણ હું ખાંચા આપું છું..
મારી આશાઓને હું શબ્દો આપું છું
એ શબ્દોને પણ હું વાચા આપું છું
લાગે છે સૌને કે હું છુપાવીને રાખું છું
નથી સમજતા કે હું નિશ્વાદને ચાખું છું
લાગણીઓને સમજવામાં ગમ ખાઈ જાવ છો
એટલે જ તો હું લાગણીઓને આસું આપું છું
મારી આશાઓને હું શબ્દો આપું છું
એ શબ્દોને પણ હું વાચા આપું છું..
ભણ્યો છું ઘણું, પમ સૌને અભણ લાગું છું
અભણ છતાં, જીવનના દરેક પન્ના વાંચુ છું
એ જિન્દગીમાં તો ભલભલા પણ ગોથું ખાય જાય
એટલે જ તો હું જિન્દગીને આકાર આપું છું
મારી આશાઓને હું શબ્દો આપું છું
એ શબ્દોને પણ હું વાચા આપું છું..
કહે છે અનુભવીઓ, હું અંધકારથી ભાગું છું
એ અંધકારને ચીરવા તો હું ભર ઊંઘમાં જાગું છું
એ લોકો તો અંજાવાળાથી પણ ડરે છે,
એટલે જ તો હું અંધકારને સોનેરી કિરણો આપું છું
મારી આશાઓને હું શબ્દો આપું છું
એ શબ્દોને પણ હું વાચા આપું છું..
બોલું છું જ્યારે, ત્યારે શબ્દ બની વાગું છું
એ શબ્દોને જીવંત રાખવા હું શક્તિ માંગુ છું
શબ્દશક્તિ સામે ભલભલા ડગી જાય
એટલે જ તો હું મારી આશાઓને શબ્દો આપું છું
મારી આશાઓને હું શબ્દો આપું છું
એ શબ્દોને પણ હું વાચા આપું છું.. - અંકિત એમ. પંડ્યા
સમુદ્રમંથન - રત્ન 1

No comments:
Post a Comment