આર્ટીકલ અને પોસ્ટ :-

Sunday, 20 October 2013

વારં-વાર તે ક્ષણો મને ગમતી'તી

વારં-વાર તે ક્ષણો મને ગમતી'તી
- 19/10/2013

નજર સામે હતી, પણ 'નજરો' સંતાકૂકડી રમતી'તી,

તેના ચહેરા પર અસહજ લાગણીઓ જે ખેંચાતી'તી,

વારં-વાર તે ક્ષણો મને ગમતી'તી,
ખુલ્લા દિલે વ્યક્ત કરતી, જ્યારે-જ્યારે તે હસતી'તી..!!

કોણ જાણે શું હતું, ગભરાતી'તી કે પછી શરમાતી'તી,

અદ્રશ્ય લાગતી ખુશી તો અંદરો-અંદર હરખાતી'તી,
વારં-વાર તે ક્ષણો મને ગમતી'તી,
ખુરશીમાં હાથ દબાવતી, ઇશારે-ઇશારે તે મલકાતી'તી..!!

તેને સાંભળવામાં જે મજા હતી, શું ઉછાળા લાવતી'તી,

સુંદરતા સામે જામતી'તી સાદગી, જે દેખાઈ આવતી'તી,
વારં-વાર તે ક્ષણો મને ગમતી'તી,
બોલીને કરી બતાવતી, 'ભવિષ્યની યાદો' છલકાતી'તી..!!

અનુભવી શકાય, એવો ''પ્રથમ અનુભવ'' કરાવતી'તી,

પહેલી નજર 'હસતી' પડી, ગમ્યું હોવાનું જણાવતી'તી,
વારં-વાર તે ક્ષણો મને ગમતી'તી,
છેક સુધી નજર ફેરવતી, પાછા ફરવા બોલાવતી'તી..!!

લિ. અંકિત એમ. પંડ્યા
સમુદ્ર મંથન - રત્ન 54

No comments:

Post a Comment