જીવનમાં ઘણી વખત આપણે આગળ વધવાના ચક્કરમાં પાછળ જોવાનું ભૂલી જતા હોઈએ છીએ. જેને સૌથી આગળ વધવું છે, તેણે પાછળ જોવું જરૂરી છે. એક લાંબી છલાંગ મારવા માટે બે ડગલાં પાછળ જવું જરૂરી છે. યાદ રાખો કે 100માંથી 90% લોકો મંજીલ સુધી પહોંચવાની લ્હાયમાં મુસાફરી માણવાનું ચુકી જાય છે. જે માણસ મુસાફરીનો આનંદ માણે છે, તેને મંજીલ મળ્યા પછી અનેરો આનંદ આવે છે. જે વ્યક્તિ મંજીલ મેળવવા આંધડી દોટ મૂકે છે, તેને મંજીલ મળ્યા પછી એવો આનંદ નથી મળતો, જેવો મુસાફરીનો આનંદ માણ્યા પછી મંજીલ મેળવનારને થાય છે. દરેક ક્ષણમાં જીવો, સાંજે મજા આવશે, કાલે મજા આવશે, ભવિષ્યમાં મજા આવશે, તેની વિચારોમાં અત્યારે જીવવામાં શું મજા છે તેનો અનુભવ કરવો આપણે ગુમાવી બેસીએ છીએ. મંજીલ કરતાં મુસાફરીમાં વધું મજા આવે છે.
મિત્રો સાથે ક્યાંક ફરવા ગયા હોઈએ, ત્યારે જે તે જગ્યાએ ગયા પછી એવી મજા નથી આવતી, જેવી મજા મિત્રો સાથે મુસાફરીમાં પસાર કરી હોય. કઈ પણ મેળવવા માટે અથાગ મહેનત કરો, અને મળ્યા પછી તેના માટે તમે કેટલી મહેનત કરી છે, તેને યાદ કરો. ખરો આનંદ હમેશા મુસાફરીમાં હોય છે, મંજીલમાં નહીં. મંજીલ સુધી પહોંચ્યા પછી ઘણાં લોકો પાસે મજા માણવા કોઈ કારણ નથી રહેતું.
લગ્ન પછી ઘણાં પતિ-પત્નીનાં કિસ્સામાં પણ એવું જોવા મળે છે કે પતિનું તેની પત્ની પ્રત્યે વલણ બદલાઈ જતું હોય. આવું એટલા માટે જ થતું હોય છે કે તે પહેલાં મંજીલ(લગ્ન)ની દોટમાં લાગ્યા હોય છે અને અને મંજીલ મળી ગયા પછી તેમની પાસે ખુશી-ખુશી લગ્નજીવન માણવાનું કોઈ કારણ નથી રહેતું. એટલા માટે દરેક ક્ષણમાં જીવવું જરૂરી છે. આગળ વધવા લક્ષ્ય નક્કી કરવાં જરૂરી છે, પણ લક્ષ્ય કરતા વધું જરૂરી લક્ષ્ય સુધી પહોંચવાનો માર્ગ છે.
વધું સરળતાથી સમજીએ, જે લોકો રવિવાર, એટલે કે રજાનાં એક દિવસની મજા માણવા રાહ જુએ છે, તે લોકો સોમવારથી લઈને શનિવાર સુધીની મજા માણવાનું ગુમાવી બેસે છે અને તે લોકો રવિવાર, એટલે કે રજામાં મજા માણવાનો દિવસ આવવામાં લાંબું અંતર અનુભવે છે. પણ જે લોકો સોમવારથી શનિવાર સુધી 6 દિવસ મોજમાં જીવે છે તે લોકોને 7મો દિવસ, એટલે કે રવિવાર ક્યારે આવી ગયો તેની ખબર પણ નથી રહેતી અને રવિવાર પૂરો થઈ જાય પછી સોમવારથી ફરી એ જ રૂટિન લાઇફ, એવી કોઈ ચિંતા પણ નથી રહેતી.
ભૂતકાળના અનુભવોમાંથી કઇંક શીખીને, વર્તમાનની દરેકે દરેક ક્ષણને ખુશી-ખુશી જીવો, ભવિષ્યમાં શું થશે તેની ચિંતા છોડીદો.
લિ. અંકિત એમ. પંડ્યા
સમુદ્ર મંથન - રત્ન 53
No comments:
Post a Comment